દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં પણ સોના ચાંદીમાં પીછેહઠ જોવા મળી હતી. સ્ટોકિસ્ટો દ્વારા પાંખા કામકાજને પગલે મુંબઈ શુદ્ધ સોનું રૂપિયા ૪૩૦ ઘટીને રૂપિયા ૨૯,૦૦૦ની સપાટી નીચે રૂપિયા ૨૮,૪૯૫ના સ્તરે નરમ હતું.
2/5
દિલ્હીમાં જ્વેલર્સ પર આઈટીના સર્વેને પગલે સળંગ ૧૫ દિવસ કામકાજ ઠપ રહ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં વધઘટનો દોર રહ્યો છે. દિલ્હીમાં સોનું ૯૯.૯ ૩૫૦ ગગડીને રૂપિયા ૨૯,૦૦૦ની છ મહિનાની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે દિલ્હીમાં હાજર ચાંદી રૂપિયા ૭૩૫ ઘટીને રૂપિયા ૪૦,૭૦૦ બોલાઈ હતી.
3/5
વૈશ્વિક બજારમાં ક્રૂડમાં ઉછાળાને પગલે સોનામાં તેજીનો વળતો પ્રવાહ જોવા મળ્યો હતો. નાયમેક્સમાં કોમેક્સ સોનું બે દિવસમાં ૨૦ ડોલર જેટલું ઘટીને ૧,૧૬૮ ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી જાન્યુઆરી વાયદામાં સાધારણ નરમાઈ સાથે ૧૬.૪૪ ડોલરની સપાટીએ ટ્રેડ થતી હતી.
4/5
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં સાનુકૂળ વાતાવરણ તથા ઘરઆંગણે જ્વેલરોની માગમાં ઘટાડાને કારણે સોનું સતત બીજા દિવસે 350 રૂપિયા ઘટીને 7 મહિનાની નીચલી સપાટી પર પહોંચી ગયું છે. અમદાવાદ સોના-ચાંદી બજારમાં સળંગ પાંચમા દિવસે સોનામાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. સોના પાછળ ચાંદીમાં પણ ગાબડાં પડ્યા હતા.
5/5
અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯ ગુરુવારે વધુ રૂપિયા ૨૦૦ ઘટીને રૂપિયા ૨૯,૩૦૦ની નીચી સપાટીએ રહ્યું હતું. અગાઉ ૧૫ એપ્રિલના રોજ ઘરઆંગણે સોનામાં આ ભાવ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ૯૯.૫ શુદ્ધતા ધરાવતું સોનું રૂપિયા ૨૦૦ ઘટીને રૂપિયા ૨૯,૧૫૦ બોલાયું હતું. જ્યારે ચાંદીમાં રૂપિયા ૭૦૦નો કડાકો બોલતા રૂપિયા ૪૦,૩૦૦ના સ્તરે બંધ રહી હતી.