સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ફોર્મમાં પરત ફર્યો છે.

Rohit Sharma ODI Century: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ફોર્મમાં પરત ફર્યો છે. તેણે ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે અને વિસ્ફોટક સદી ફટકારી છે. તે છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ હવે સંકટનાવાદળો દૂર થઈ ગયા છે અને ચાહકોને હિટમેનનો જૂનો અવતાર જોવા મળ્યો છે.
રોહિતે ODI કારકિર્દીની 32મી સદી ફટકારી હતી
રોહિત શર્માએ ઇનિંગ્સની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે ઈંગ્લેન્ડના બોલરોની ધોલાઈ કરી અને તેમની સામે ઘણા રન બનાવ્યા. તેણે આખા મેદાન પર સ્ટ્રોક ફટકાર્યા અને માત્ર 30 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી. આ પછી તેણે 76 બોલમાં ધમાકેદાર પોતાની સદી પણ પૂરી કરી. આ તેની ODI કારકિર્દીની 32મી સદી છે.
રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માની આ 49મી સદી છે. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દ્રવિડના નામે 48 સદી છે. જ્યારે રોહિતે ડેવિડ વોર્નરની બરાબરી કરી લીધી છે. વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 49 સદી ફટકારી હતી. રોહિતે સદી ફટકારતાની સાથે જ આ અદ્ભુત કામ કર્યું છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનઃ
સચિન તેંડુલકર - 100 સદી
વિરાટ કોહલી- 81 સદી
રોહિત શર્મા- 49 સદી
રાહુલ દ્રવિડ - 48 સદી
વીરેન્દ્ર સેહવાગ- 38 સદી
ભારતીય ટીમનો સુપરસ્ટાર બેટ્સમેન રોહિત શર્મા હંમેશા તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેના પુલ શોટનો કોઈ જવાબ નથી. એકવાર તે ક્રિઝ પર ટકી જાય પછી તેને રોકવો મુશ્કેલ બની જાય છે. તે માત્ર થોડા જ બોલમાં મેચને પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે.
રોહિતે ગેલને પાછળ છોડીને સિક્સરનો રેકોર્ડ તોડ્યો -
ODIમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ શાહિદ આફ્રિદીના નામે છે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડી આફ્રિદીએ 398 વનડે મેચમાં 351 સિક્સર ફટકારી છે. હવે આ યાદીમાં રોહિત બીજા સ્થાને આવી ગયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી રોહિતે કુલ 333 સિક્સર ફટકારી છે. રોહિતે ક્રિસ ગેલને પાછળ છોડી દીધો. ગેઈલે 301 મેચમાં 331 સિક્સર ફટકારી છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની પાંચમા સ્થાને છે. ધોનીએ 350 વનડે મેચોમાં 229 સિક્સર ફટકારી છે.
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
