શોધખોળ કરો
મારુતિ સુઝુકીએ આ સેડાન કારને કરી રિકોલ, જાણો શું છે પ્રોબ્લેમ
1/4

આ સર્વિસ કેમ્પેન માત્ર નવી ફેસલિફ્ટ મારુતિ સુઝુકી સિયાઝ માટે છે. જેને ભારતમાં 20 ઓગસ્ટ, 2018ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ જાણકારી આપી છે કે કારના ટોપ સ્પેસિફિકેશન્સવાળા Zeta અને Alpha વેરિયન્ટ્સ જ પ્રભાવિત થયા છે. કાર માલિક કંપનીની વેબસાઇટ પર જઈને તેમની કાર કેમ્પેનમાં સામેલ છે કે નહીં તે ચેક કરી શકે છે. વેબસાઇટ પર જઈ ગ્રાહકોએ તેમની કારનો ચેસિસ નંબર નાંખવો પડશે.
2/4

સિયાઝ ડીઝલના 880 યૂનિટ્સ રિકોલ કરવામાં આવ્યા છે. જેમાં 1 ઓગસ્ટથી લઈ 21 સપ્ટેમ્બર 2018 સુધી તૈયાર કરવામાં આવેલા યુનિટ્સનો સમાવેશ થાય છે. આ દરમિયાન બનેલી કાર જે તે ગ્રાહકે ખરીદી હશે તેમનો મારુતિ સુઝુકી ડીલર્સ દ્વારા પાર્ટ્સ બદલવા માટે સંપર્ક કરવામાં આવશે.
Published at : 12 Nov 2018 03:16 PM (IST)
View More





















