US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
અમેરિકાએ અડધી રાત્રે વેનેઝુએલા પર એર સ્ટ્રાઈક કરી. વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત ચાર શહેર પર અમેરિકાએ હવાઈ હુમલો કર્યો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને અમેરિકાના સૌનિકો મોડી રાત્રે બંધક બનાવી ન્યૂ યોર્ક લાવ્યા. હવે અમેરિકામાં માદુરો સામે અમેરિકામાં કેસ ચાલશે. અમેરિકાના હુમલાના પગલે વેનેઝુએલામાં ઈમર્જન્સી જાહેર કરી દેવાઈ છે. અમેરિકાના હવાઈ હુમલામાં અત્યાર સુધી વેનેઝુએલામાં 40 નાગરિકોના મોત થયા . રાજધાની કારાકાસમાં અમેરિકાએ ભીષણ બોમ્બમારો કર્યો જેમાં ભારે તારાજી સર્જાઈ. આખરે સવાલ થાય કે, શા માટે ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કર્યો અને ત્યાંના રાષ્ટ્રપતિને બંધક બનાવ્યા. લાંબા સમયથી ટ્રમ્પ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પોતાના વિરોધી માને છે.અનેકવાર ટ્રમ્પ અમેરિકામાં ઘૂસણખોરી પાછળ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને જવાબદાર ઠેરવી ચૂક્યા છે.એટલુ જ નહીં ટ્રમ્પનું એવું પણ માનવું છે કે, માદુરો ન માત્ર અમેરિકામાં ડ્રગ્સની તસ્કરી કરતા લોકોનો સાથ આપે છે, પરંતુ પોતે પણ એક મોટા ડ્રગ્સના તસ્કર છે. અગાઉ ટ્રમ્પે માદુરોને પકડવા માટે ઈનામની જાહેરાત પણ કરી હતી.થોડા સમય પહેલા ટ્રમ્પે માદુરો પર પાંચ કરોડ ડૉલરના ઈનામની જાહેરાત પણ કરી..આ ઉપરાંત ટ્રમ્પની નજર વેનેઝુએલાના અખૂટ તેલ ભંડાર પર પણ છે.ટ્રમ્પનો દાવો છે કે,વેનેઝુએલાએ અમેરિકી તેલ કંપનીઓના અધિકાર ગેરકાયદે છીનવી લીધા. અમેરિકી સૈનિકો અનેકવાર વેનેઝુએલાના તેલના ટેન્કર જપ્ત કરી ચૂક્યા છે. અમેરિકાનો ઉદ્દેશ્ય વેનેઝુએલાના તેલ ભંડાર તથા ખનીજ સંસાધનો પર કબજો લરવાનો પણ છે. અમેરિકાએ સૌથી પહેલા કેરેબિયન સાગરમાં પોતાની નૌસેનાની તૈનાતી વધારી. તે બાદ ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરી વેનેઝુએલાના જહાજો પર ડ્રોન હુમલો કર્યો..





















