આરએસ કાલસીએ જણાવ્યું કે, જ્યાં સુધી ફાઈનાન્સ ટીમ તેને અંતિમ રૂપ ન આપી દે, ત્યાં સુધી કિંમતોમાં વધારાની કોઈ રેન્જ આપવી મુશ્કેલ છે. અમે તેના પર સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છીએ. જ્યારે સ્પષ્ટ થઈ જશે, ત્યારે કિંમતોમાં વધારો કરવામાં આવશે.
2/4
કાલસીએ કહ્યું કે, આ કારણોથી હવે અમારા માટે જરૂરી થઈ ગયું છે કે, તેનો કેટલોક ભાર ગ્રાહકોને આપવામાં આવે, જે વાહનોની કિંમતમાં વધારો કરીને જ શક્ય છે. ઓગસ્ટમાં બધા મોડલ્સની કિંમતમાં વધારો થશે.
3/4
મારૂતિ સુઝુકી ઈન્ડિયાના સીનિયર એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર આરએસ કાલસીએ કહ્યું, અમે કોમોડિટી કિંમતોનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, તે ઉપરાંત વિદેશી મુદ્રા દર અમને પ્રભાવિત કરી રહ્યો છે. ફ્લુઅલની કિંમતમાં વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનની પડતર પણ વધી છે. કંપની લાંબા સમય સુધી આ દબાણને સહન કરી શકે તેમ નથી.
4/4
નવી દિલ્હી: મારૂતિ સુઝુકી ઈન્ડિયા આ મહિનાથી પોતાના તમામ મોડલ્સની કિંમતમાં વધારો કરશે. કંપનીએ કહ્યું કે, કોમોડિટી પડતરમાં વધારો, વિદેશી ચલણમાં ઉતાર-ચઢાવ અને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતને કારણે આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે. મારૂતિ સુઝુકીની કિંમતમાં વધારો મોડલ્સના આધાર પર અલગ-અલગ હશે.