નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન લિસ્ટમાં રહેલી મોટા ભાગની દવાઓ આ એટીએમમાં હશે. તમને જણાવી દઈએ કે સામાન્ય રોગો માટે જરૂરી તમામ દવાઓ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન લિસ્ટમાં સામેલ છે જેનો આંકડો 300 જેટલો થવા જાય છે. બ્રાન્ડેડ અને જેનરિક એમ બંને પ્રકારની દવાઓ એટીએમમાં હશે. ગોળીની સાથે સાથે સિરપ પણ એટીએમમાંથી કાઢી શકાશે.
2/3
નવી દિલ્હીઃ એટીએમમાંથી રૂપિયા નીકળતા તો બધાએ જોયા છે. પરંતુ શું તમે એટીએમમાંથી દવા નીકળતી જોઈ છે? હાં, ટૂંકમાં જ હવે તમે એટીએમમાંથી રૂપિયાની સાથે સાથે દવા પણ કાઢી શકશો. સરકાર દરેક જિલ્લામાં એવા એટીએમ લગાવવા પર વિચાર કરી રહી છે જ્યાંથી તમે ફ્રીમાં દવા કાઢી શકો.
3/3
આંધ્ર પ્રદેશમાં 15 જગ્યાએ આ પ્રયોગ સફળ રહ્યા બાદ આખા દેશમાં આ યોજના લાગૂ કરવાનું સરકાર વિચાર રહી છે. આ એટીએમ સામાન્ય પ્રિસ્ક્રિપ્શનને સ્કેન કર્યા બાદ દવા આપે છે. ફોન કોલ કરીને પણ આ એટીએમમાંથી દવા કાઢી શકાય છે. આ માટે દર્દી દૂર બેઠેલા ડોક્ટરને પોતાની સમસ્યા જણાવશે. ડોક્ટર દવા લખીને એટીએમ કિઓસ્કને કમાન્ડ મોકલશે, કમાન્ડ મળતાની સાથે એટીએમમાંથી દવા નીકળશે.