વૈશ્વિકસ્તરે ક્રૂડની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. વિતેલા બે દિવસમાં તેની કિંમતમાં ઘટાડો જરૂર જોવા મળ્યો છે પરંતુ તેમ છતાં હાલમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 73 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. ક્રૂડની કિંમતમાં જારી ઉથલ પાથલને કારણે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
2/4
વધારા બાદ ડીઝલની કિંમત દિલ્હી 12 પૈસા વધીને 67.50 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 71.62 રૂપિયા, કોલકાતામાં 70.05 અને ચેન્નઈમાં 71.24 રૂપિયા પ્રિત લિટર વેચાઈ રહ્યું છે.
3/4
કિંમતમાં આવેલ આ વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 75.71 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 83.10 રૂપિયા, કોલકાતામાં 78.39 રૂપિયા અને ચેન્નાઈમાં 78.57 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળી રહ્યું છે.
4/4
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમત પર મળી રહેલ રાહત પર ગુરુવારે બ્રેગ લાગી છે. વિતેલા 36 દિવસતી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો આવી રહ્યો હતો. તેની સાથે જ વચ્ચે કિંમત સ્થીર પણ રહી. ગુરુવારે મહાનગરોમં પેટ્રોલની કિંમતમાં 16-17 પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલની કિંમતમાં 10-12 પૈસાનો વધારો નોંધાયો છે.