નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 50-53 પૈસા પ્રતિ લિટર ઘટાડો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલનો બાવ 74 રૂપિયાની નીચે ઉતરી ગયો છે. 7 મહિના બાદ આ સપાટીએ ભાવ પહોંચ્યા છે. ડીઝલના ભાવમાં 40-43 પૈસાનો ગટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 74.07 રૂપિયાથી ઘટીને 73.57 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે ડીઝલ 40 પૈસા ઘટીને 68.49 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.
2/3
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત 48 પૈસા ઘટીને 70.87 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 42 પૈસા ઘટીને 71.57 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 72.57 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 72.51 રૂપિયા પ્રતિ લિટર થયા છે. વડોદરામાં પેટ્રોલ 71.46 રૂપિયા અને ડીઝલ 72.14 રૂપિયા પ્રતિ લિટ છે અને સુરતમાં પેટ્રોલ 70.86 રૂપિયા અને ડીઝલ 71.53 રૂપિયા પ્રતિ લિટર છે.
3/3
મુંબઈમાં પેટ્રોલ 79.62 રૂપિયાથી ઘટીને 79.12 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે ડીઝલ 42 પૈસા ઘટીને 71.71 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. ચેન્નઈમાં પેટ્રોલ 76.35 અને કોલકાતમાં 75.57 રૂપિયા પ્રિત લિટર થઈ ગઈ છે. નવેમ્બરમાં જ પેટ્રોલની કિંમતમાં 6 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલ 5.4 રૂપિયા સસ્તું થયું છે.