ઈશા અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના બોર્ડમાં સામેલ છે. ઈશાએ યેલ યુનિવર્સિટીમાંથી સાઈકોલોજી અને સાઉથ એશિયન સ્ટડિઝમાં બેચલર ડિગ્રી છે.
3/7
આનંદ પિરામલ હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે અને હાલ પિરામલ એન્ટરપ્રાઈઝમાં કામ કરી રહ્યો છે. જ્યાં હાલ તે પિરામલ એન્ટરપ્રાઇઝનો એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. હાવર્ડ સ્કૂલમાં પાસ થયા બાદ તેણે બે સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે. જેમાં પહેલું સ્ટાર્ટ અપ હેલ્થકેર સેક્ટરમાં પિરામલ ઈ-સ્વાસ્થના નામે છે અને બીજું સ્ટાર્ટઅપ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પિરામલ રિયલ એસ્ટેટના નામથી છે.
4/7
ઈશા અને આનંદ ઘણાં વર્ષોથી સારા મિત્રો છે. આનંદ પિરામલની માતાનું નામ સ્વાતિ પિરામલ અને પપ્પાનું નામ અજય પિરામલ છે. તેઓ પિરામલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને પિરામલ રિયલ્ટીના ફાઉન્ડર છે.
5/7
લંચ કર્યા બાદ બંન્ને પરિવારજનોએ સગાઈનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. આ પ્રસંગે નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંન્ને પરિવારજનોએ એકબીજાને છેલ્લા ઘણાં વર્ષોથી પરિચયમાં છે. જેઓ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં બંનેના લગ્ન થશે.
6/7
આનંદ પિરામલે ઈશા અંબાણીને મહાબલેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. તસવીરોમાં જોઈ શકાય છે કે આનંદ પોતાના ઠિંચણ પર બેસીને ઈશા અંબાણીને પ્રપોઝ કર્યું હતું. જેના જવાબમાં ઈશાએ હા કહ્યું હતું. આ તસવીર મહાબલેશ્વરમાં આવેલ એક લેકના કિનારેની છે. ઈશાએ હા કહ્યાં બાદ જ બંન્ને પરિવારજનોએ એકસાથે લંચ કર્યું હતું.
7/7
મુંબઈ: ભારતના સૌથી અમીર બિઝનેસમેન અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશની સગાઈ બાદ તેમની પુત્રી ઈશા અંબાણીની પણ સગાઈ કરવામાં આવી છે. ઈશાની સગાઈ આનંદ પિરામલ સાથે કરવામાં આવી છે. આનંદ પિરામલે બોલિવૂડ સ્ટાઈલ એટલે રોમેન્ટિક મૂડમાં ઈશાને પ્રપોઝ કર્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.