મેહુલ ચોકસી મામલે તપાસ એજન્સીઓની બેદરકારીથી વડાપ્રધાન કાર્યાલય નારાજ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જે બાદ સીબીઆઈએ એન્ટીગુઆ સરકાર પર ચોકસીની ધરપકડ માટે દબાણ કર્યું છે. સોમવારે ઈડીએ મેહુલ ચોકસીની ભાણી અને નીરવ મોદીની બહેન સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
2/4
વીડિયોમાં તેણે એમ પણ કહ્યું કે, પાસપોર્ટ ઓથોરિટીએ મારો પાસપોર્ટ રદ કરી દીધો છે. મને પાસપોર્ટ ઓફિસ તરફથી એક ઈમેલ મળ્યો છે. જેમાં લખ્યું છે કે ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખી મારો પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યો છે. જેના જવાબમાં મેં મુંબઈ રિજનલ પાસપોર્ટ ઓફિસને ઈમેલ કર્યો અને મારું પાસપોર્ટ સસ્પેન્સન દૂર કરવામાં આવે તેમ કહ્યું છે. જે બાદ મને ત્યાંથી કોઈ જવાબ મળ્યો નથી.
3/4
દેશ છોડીને એન્ટીગુઆમાં સ્થાયી થઈ ગયેલા મેહુલે વીડિયોમાં તેના પર મુકવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા. વીડિયો નિવેદનમાં તેણે કહ્યું કે, ઈડીએ મારા પર જે આરોપો લગાવ્યા છે તે જુઠ્ઠા અને પાયાવિહોણા છે. તેમણે ગેરકાયદેસર રીતે મારી સંપત્તિ જપ્ત કરી છે. ઈડી મને ફસાવી રહી છે.
4/4
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકના 13,500 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ આજે વીડિયો દ્વારા પોતે નિર્દોષ હોવાનું જાણાવ્યું હતું. એક તરફ ભારતની તમામ એજન્સીઓ મેહુલ ચોકસીને પરત લાવવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે તેણે વીડિયો જાહેર કરીને એજન્સી દ્વારા મુકવામાં આવેલા ખોટા હોવાનું જણાવ્યું હતું.