શોધખોળ કરો
RBI અને સરકારની વચ્ચે વધતો ખટરાગ, ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે તેવી શક્યતા
1/4

આ તકે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ટ્વીટ કરીને લખ્યું કે, સરકારે RBI એક્ટનો ઉપયોગ કર્યો અને ઇતિહાસમાં ન બની હોય એવી ઘટના બની છે. મને એવો ડર છે કે, હજુ વધારે ખરાબ સમાચાર આવશે. આ પહેલા ગયા શુક્રવારે RBIનાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ ચેતવણી આપી હતી કે, RBIની સ્વાયત્તતા પર તરાપ મારવાથી અર્થતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. વિરલ આચાર્યના નિવેદનથી મોદી સરકાર ખુબ નારાજ થઇ હતી.
2/4

બે દિવસ પહેલા નાણામંત્રી અરુણ જેટલીએ RBI પર આરોપ લગાવ્યો હતો કે, ઉદ્યોગપતિઓને જાણ્યા-વિચાર્યા વગર કરોડો રૂપિયાની લોન આપી હતી ત્યારે RBI શું કરતી હતી? મીડિયા અહેવાલ અનુસાર, સરકાર અને RBI વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામુ આપે તેવી શક્યતા છે. બધા જ વિકલ્પો ખુલ્લા છે. સરકાર અને આર.બી.આઈ વચ્ચે એટલો બધો ખટરાગ ઉભો થયો છે કે, તે પુરી શકાય તેમ નથી.
Published at : 31 Oct 2018 12:01 PM (IST)
View More





















