મોબાઈલ નંબર પોર્ટેબિલિટીઃ રિલાયન્સ જિઓએ એક અન્ય આરોપ લગાવ્યો છે કે, એરટેલ પાયાવિહોણા અને કોઈપણ કારણો વગર પોતાના ગ્રાહકોને જિઓના નેટવર્કમાં આવતા એટલેકે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીથી રોકી રહી છે. મોબાઈલ નંબર પોર્ટેબિલિટી ગ્રાહકોને પોતાનો નંબર બદલ્યા વગર એક નેટવર્કમાંથી બીજા નેટવર્ક પર જવાની સુવિધા આપે છે. ગ્રાહક જો ઇચ્છે તો પોતાની હાલની સેવાથી સંતુષ્ટ ન હોવા પર અમુક ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ અન્ય કંપનીઓની સેવામાં સામેલ થઈ શકે છે. આ આરોપ પર એરટેલે વળતો જવાબ આપ્યો હતો કે, મોબાઈલ નંબર પોર્ટેબિલિટીને લઈને તમામ અરજી પર દિશાનિર્દેશો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં દરરોજ અન્ય નેટવર્કના ગ્રાહકો એક બીજાના નેટવર્ક પર આવતા અને જતા રહે છે, માટે પોર્ટેબિલિટીની 69 અરજીઓ રોકી રાખવા માટે જિઓના આરોપોમાં કોઈ દમ નથી.
2/6
જિઓના નિવેદન પર વળતો પ્રહાર કરતાં એરટેલે ગ્રાહકોને થનારી મુશ્કેલી માટે જિઓને જ જવાબદર ઠેરવ્યા છે. એરટેલ અનુસાર એવું લાગે છે કે જિઓ સતત નિવેદનબાજી કરીને પોતાના નેટવર્કની ટેકનીકલી ખામીઓને છૂપાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ ખામીઓમાં સુધારો કરવાની જગ્યાએ સતત અન્ય ટેલીકોમ કંપનીઓ પર આરોપ લગાવી રહી છે. એરટેલે એ પણ કહ્યું કે, કોલ ડ્રોપ અથવા વીઓએલટીઆઈ (VoLTE : Voice over Long-Term Evolution)માં સ્થાયિત્વ જેવા મુદ્દાને ઇન્ટરકનેક્શન પોઈન્ટ મુદ્દાથી ઢાંકવાનો પ્રયત્ન ન થવો જોઈએ.
3/6
જિઓનું એ પણ કહેવું છેકે, ટેલીકોમ નિયામક ટ્રાઈના નિયમો અનુસાર, સેવાની ગુણવત્તાના માપદંડો અનુસાર કાર્ય કરવા માટે 90 દિવસની સમય મર્યાદા જેવી કોઈ શરત નથી. જિઓ અનુસાર, હકીકત ઓ છે કે ટ્રાઈએ જૂના ઓપરેટરને ઝડપથી ઇન્ટરકનેક્શન ક્ષમતા ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા છે જેના કારણે ગુણવત્તા પર અસર નહીં પડે.
4/6
ઇન્ટરકનેક્શન પોઈન્ટ જ એ રીતે છે જેના દ્વારા એક નેટવર્કથી અન્ય નેટવર્ક પર કોલ પૂરો થાય છે. જો આ માધ્યમ યોગ્ય ન હોયતો કોલ ડ્રોપ જેવી સમસ્યા વધી જાય છે. એકબીજા સાથે વાતચીત બાદ એરટેલે 13 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તે વધારાના ઇન્ટરકનેક્શન પોઈન્ટ ઉપલબ્ધ કરાવી રહી છે જેના કારણે હાલની ક્ષમતા વધીને ત્રણ ગણી થઈ જશે જે દોઢ કરોડ ગ્રાહકો માટે પૂરતી છે. 17 સપ્ટેમ્બરે એક નિવેદન બહાર પાડીને એરટેલે કહ્યું હતું કે, સમજૂતી અનુસાર ચૂકવણીની તારીખથી ઇન્ટરનેક્શન પોઈન્ટ સંપૂર્ણ રીતે સેવા યોગ્ય બનાવવા માટે 90 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જોકે એરટેલનો પ્રયત્ન રહેશે કે તે આ પહેલા જ ઇન્ટરકનેક્શન પોઈન્ટ ઉપલબ્ધ કરાવશે.
5/6
હાલમાં રવિવારે નિવેદન બહાર પાડીને જીઓએ એરટેલની પહેલને આવકારી હતી પરંતુ તેનું માનવું છે કે, ઇન્ટરકનેક્શન પોઈન્ટની પ્રસ્તાવિત સંખ્યા બન્ને નેટવર્ક પર ટ્રાફિકની જરૂરિયાત પ્રમાણે ઓછી છે. જિઓનું એ પણ કહેવું છે કે, ઇન્ટરકનેક્શન પોઈન્ટમાં પ્રસ્તાવિત વધારો, જરૂરિયાતના ચોથા ભાગ કરતાં પણ ઓછો છે. જિઓનું કહેવું છે કે, સારી સેવાની જરૂરિયાત અને તેના પર પડનારી અસરનો મુદ્દો સતત ઉભો થઈ રહ્યો છે. સ્થિતિ એ પણ છે કે આજની તારીખમાં જિઓથી એરટેલના નેટવર્ક પર બે કરોડ કોલ ડ્રોપ થઈ રહ્યા છે જે નક્કી માપદંડ કરતાં ઘણાં વધારે છે.
6/6
નવી દિલ્હીઃ એરટેલ અને રિલાયન્સ બન્ને એકબીજા સામે આક્રમક થઈ રહ્યા છે. રિલાયન્સ જિઓએ આરોપ લગાવ્યા છે કે એરટેલ દ્વારા ઇન્ટરકનેક્શન પોઈન્ટ ન આપવાને કારણે દરરોજ એરટેલના નેટવર્ક 2 કરોડ કોલ ડ્રોપ થઈ રહ્યા છે અને મોબાઈલ નંબર પોર્ટેબિલિટીમાં મુશ્કેલીનો આરોપ લગાવ્યો છે. જ્યારે એરટેલે વળતો પ્રહાર કરતાં આ આરોપોને ફગાવી દીધા હતા, સાથે જ જિઓ પર સહયોગમાં કૂણું વલણ દાખવવાનો આરોપ લગાવ્યો હતો.