નવી દિલ્હી: ફેબ્રુઆરીમાં તમને એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ફ્રીમાં ટીવી ચેનલ જોવાની તક મળી શકે છે. કેબલ ટીવી ડીટીએચ કેબલ ઓપરેટર્સને લઈને TRAI સખ્ત આદેશ આપ્યા છે. જો આ આદેશનું પાલન નહી કરવામાં આવે તો ગ્રાહકોને કોઈપણ ચાર્જ લીધા વગર સર્વિસ આપવી પડશે. TRAIના નવા આદેશ બાદ તમને ન માત્ર પસંદની ચેનલ જોવા મળશે પરંતુ સર્વિસ ડાઉન રહેવા પર તમને ફ્રી સર્વિસનો પણ લાભ મળશે.
2/4
1 ફેબ્રુઆરીથી નવો નિયમ લાગુ થયા પછી તમે તમારી પસંદની ચેનલ પસંદ કરી શકશો. તમારે ફક્ત તે જ ચેનલ્સ માટે ચૂકવણી કરવી પડશે. આ પછી દરેક ચેનલમાં એક ફિક્સ રેટ હશે. 1 ફેબ્રુઆરીથી 130 રૂપિયા સાથે જીએસટીમાં તમે 100 સ્ટાન્ડર્ડ ડેફિનેશન ચેનલો જોઈ શકશો. આ પછી તમે જે પણ ચેનલ પસંદ કરો છો તેના માટે તમારે અલગથી ચુકવણી કરવી પડશે.
3/4
TRAI ઘોષણા કરી છે કે જો ટીવી કનેક્શનમાં તકલીફ આવી રહી છે અને ગ્રાહક દ્વારા ફરિયાદ ફાઇલ કરાવ્યા પછી જો કેબલ ઓપરેટર અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર ફરિયાદોને 72 કલાકમાં રીપેર ન કરી શકે તો તેમને ગ્રાહકને ફ્રીમાં સર્વિસ આપવી પડશે. હવે પછી કેબલ ઓપરેટરો અને ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર્સ ફરિયાદો વિશે લાપરવાહ રહેશે નહીં.
4/4
TRAI ના નવા આદેશ મુજબ જો તમારી કેબલ સર્વિસ ડાઉન થઇ છે અને તમારી ફરીયાદ કર્યા પછી પણ જો 72 કલાકમાં તમારી સર્વિસ યોગ્ય રીતે ન થઇ હોય તો ગ્રાહકને સર્વિસ ફ્રી મળશે. આનો અર્થ એ કે કેબલ ઓપરેટર અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર કંપની જો 72 કલાકમાં તમારી સર્વિસ પુરી નહિ કરે તો તે તમારી પાસેથી કોઈપણ ફી ચાર્જ નહીં લઇ શકે.