શોધખોળ કરો

Agniveer Recruitment 2023: અગ્નિવીર યોજના હેઠળ ટૂંક સમયમાં એરફોર્સમાં શરૂ થશે ભરતી, આ તારીખથી 12 પાસ યુવાનો કરી શકશે અરજી

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં 50 ટકા માર્ક્સ સાથે 12મું વર્ગ પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર પાસે ત્રણ વર્ષની એન્જિનિયરિંગ ડિપ્લોમા ડિગ્રી હોવી આવશ્યક છે.

​Air Force Agniveer Recruitment 2023: જો તમે દેશની સેવા કરવા માંગો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. ભારતીય વાયુસેના દ્વારા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ એરફોર્સમાં અનેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. અરજી કરવા માટે, ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને અરજી કરવાની રહેશે.

સૂચના અનુસાર, એરફોર્સમાં અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 17 માર્ચથી શરૂ કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ રહેશે. અરજી પ્રક્રિયા પૂરી થયા બાદ 20 મેથી ભરતી માટેની લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવશે.

એર ફોર્સ અગ્નિવીર ભરતી 2023: પાત્રતા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં 50 ટકા માર્ક્સ સાથે 12મું વર્ગ પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર પાસે ત્રણ વર્ષની એન્જિનિયરિંગ ડિપ્લોમા ડિગ્રી હોવી આવશ્યક છે. અગ્નિવીર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

એર ફોર્સ અગ્નિવીર ભરતી 2023: શારીરિક પાત્રતા

આ ભરતી માટે નિર્ધારિત શારીરિક લાયકાત હેઠળ, પુરુષ ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 152.5 સેન્ટિમીટર અને મહિલા ઉમેદવારોની ઊંચાઈ 152 સેન્ટિમીટર હોવી જોઈએ.

એરફોર્સ અગ્નિવીર ભરતી 2023: પસંદગી આ રીતે થશે

આ ભરતી અભિયાન હેઠળ, ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક કસોટી અને તબીબી કસોટી દ્વારા કરવામાં આવશે. ઉમેદવારો વધુ વિગતો માટે સત્તાવાર સાઇટ પર નજર રાખે છે.

એરફોર્સ અગ્નિવીર ભરતી 2023: આ તારીખોને ધ્યાનમાં રાખો

ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ: 17 માર્ચ 2023

અરજી પ્રક્રિયા સમાપ્તિ તારીખ: 31 માર્ચ 2023

પરીક્ષા ક્યારે શરૂ થશે: 20 મે 2023

અગ્નિવીર યોજના શું છે

નોંધનીય છે કે, આ સ્કીમ હેઠળ ટૂંકાગાળાના કોન્ટ્રાક્ટના આધારે આર્મી, નેવી અને એરફોર્સમાં 'અગ્નિવીર' જવાનોની ભરતી કરાશે. આ યોજનાનો આશય સૈન્ય પર વધતું પગાર અને પેન્શનનું ભારણ ઘટાડવાનો તેમજ આકર્ષક પે-સ્કેલથી યુવાનોને સૈન્ય તરફ આકર્ષવાનો છે. આ યોજના હેઠળ ચાર વર્ષના સમય માટે અગ્નિવીરોની સૈન્યમાં ભરતી કરાશે. જોકે, અગ્નિવીરોને ગ્રેજ્યુઈટી અને પેન્શનના લાભ નહીં મળે. તેમને આર્મ્ડ ફોર્સીમાં કામગીરી દરમિયાન રૂ. ૪૮ લાખનું જીવન વીમા કવચ મળશે. સેવામાં ચાર વર્ષ પૂરા કર્યા પછી અગ્નિવીરોને 'અગ્નિવીર સ્કીલ સર્ટિફિકેટ' આપવામાં આવશે, જે તેમને સૈન્યની સેવા પછી અન્ય નોકરી મેળવવામાં મદદરૂપ થશે. વધુમાં સૈન્યની જરૂરિયાત અને નીતિના આધારે અગ્નિવીરોને આર્મ્ડ ફોર્સીસમાં કાયમી ભરતી માટે અરજી કરવાની તક અપાશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget