શોધખોળ કરો

નીતિ આયોગનો મોટો ખુલાસો: BA, BSc અને BCom ની ડિગ્રીઓથી નથી મળતી નોકરી, જાણો કેમ?

લાખો યુવાનો માત્ર સરકારી નોકરીની આશાએ સામાન્ય ડિગ્રી લઈ રહ્યા છે; ભણતર અને ઉદ્યોગજગતની જરૂરિયાતો વચ્ચે મોટો તફાવત, સિલેબસ બદલવા આયોગની ભલામણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નીતિ આયોગ રિપોર્ટ પરંપરાગત ડિગ્રી-રોજગાર વચ્ચે મોટો અંતર દર્શાવે છે.
  • જૂના અભ્યાસક્રમ અને કૌશલ્યનો અભાવ યુવાનોને નોકરીઓ મળતા અટકાવે છે.
  • ઘણા વિદ્યાર્થીઓ સરકારી નોકરીની પરીક્ષાઓ માટે જ ગ્રેજ્યુએશન મેળવે છે.
  • સિલેબસ અપડેટ, ઇન્ટર્નશીપ અને કૌશલ્યલક્ષી શિક્ષણ સુધારણા માટે જરૂરી.

NITI Aayog Graduate Report: આપણા દેશમાં BA, BSc અને BCom જેવી ડિગ્રીઓ લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણનો એક ખૂબ જ મહત્વનો ભાગ રહી છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ હોંશે-હોંશે આ કોલેજોમાં એડમિશન લે છે. આ વર્ષે પણ દિલ્હી યુનિવર્સિટી (DU), બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) સહિત દેશની અનેક સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં આ ડિગ્રી કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. પરંતુ, સરકારના 'નીતિ આયોગ' (NITI Aayog) ના એક નવા રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે.

નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે આ ડિગ્રીઓ અને નોકરીની તકો વચ્ચે બહુ મોટો તફાવત છે. સીધા શબ્દોમાં કહીએ તો, માત્ર BA, BSc કે BCom ની ડિગ્રી મેળવ્યા પછી યુવાનોને સારી નોકરી કે પ્રમોશન મળવું હવે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.

સિલેબસ આઉટડેટ થઈ ગયો છે: નીતિ આયોગનો રિપોર્ટ

નીતિ આયોગે તાજેતરમાં જ "વિકસિત ભારત 2047 માટે કૌશલ્યનું પુનર્નિર્માણ" નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં આપણા દેશની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રણાલી તેમજ બજારમાં નોકરીદાતાઓને કેવા માણસો જોઈએ છે, તે બંને વચ્ચેના મોટા અંતરને ઉજાગર કરવામાં આવ્યું છે.

રિપોર્ટમાં સીધું કહેવાયું છે કે આપણી મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસક્રમ (સિલેબસ) સાવ જૂનો અને આઉટડેટેડ થઈ ગયો છે. તે આજની ઇન્ડસ્ટ્રીની બદલાતી જરૂરિયાતો સાથે જરાય મેળ ખાતો નથી. પરિણામે, યુવાનોને મળતી ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટના આધારે તેમને તરત નોકરી મળી જાય તેવી કોઈ ગેરંટી રહેતી નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આર્થિક સર્વેક્ષણ 2024-25 મુજબ, માત્ર 8.25 ટકા ગ્રેજ્યુએટ યુવાનો જ એવા છે જેઓ પોતાની લાયકાત મુજબનું કામ કરી રહ્યા છે.

ડિગ્રી છે, પણ આવડત (સ્કીલ) નો અભાવ છે

નીતિ આયોગની સત્તાવાર વેબસાઈટ (niti.gov.in) પર મુકાયેલા આ રિપોર્ટ મુજબ, દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ પૂરી કરીને નીકળે છે, પરંતુ તેમની પાસે કંપનીઓને જોઈતી આવડત કે સ્કીલ હોતી નથી. આનાથી તેમની નોકરી મેળવવાની તકો પર સીધી અસર પડે છે. ઘણા યુવાનો વર્ષો સુધી નોકરી શોધવા ભટકતા રહે છે, તો ઘણા મજબૂરીમાં પોતાના ભણતર કરતા સાવ ઓછા પગારવાળી નોકરી કરવા મજબૂર બને છે.

મોટાભાગના યુવાનો માત્ર સરકારી નોકરી માટે કરે છે ગ્રેજ્યુએશન

આયોગે એ પણ નોંધ્યું છે કે, ઘણા વિદ્યાર્થીઓ માત્ર સરકારી નોકરીની પરીક્ષાઓ આપવા માટે જ આ સામાન્ય ડિગ્રીઓ મેળવે છે, જેમાં નોકરી મળવાના ચાન્સ બહુ જ ઓછા હોય છે. આંકડાઓ જુઓ તો, અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં નોંધાયેલા કુલ 34 મિલિયન વિદ્યાર્થીઓમાંથી 11.3 મિલિયન વિદ્યાર્થીઓ માત્ર BA કરી રહ્યા છે! કુલ મળીને 20 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ માત્ર BA, BSc અને BCom ભણી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા આયોગે શિક્ષણ પ્રણાલીને રોજગારલક્ષી બનાવવા અને તેમાં તાત્કાલિક ફેરફારો કરવાની અપીલ કરી છે.

રોજગાર વધારવા માટે નીતિ આયોગે આપ્યા આ 5 મહત્વના સૂચનો

વિદ્યાર્થીઓને માત્ર ચોપડિયા જ્ઞાનની જગ્યાએ રોજગારલક્ષી અને પ્રેક્ટિકલ શિક્ષણ મળે તે માટે નીતિ આયોગે કેટલાક સૂચનો કર્યા છે:

સિલેબસમાં ધરમૂળથી ફેરફાર કરો: કોલેજો અને યુનિવર્સિટીઓએ આજની ઇન્ડસ્ટ્રીની માંગ મુજબ પોતાનો અભ્યાસક્રમ તાત્કાલિક અપડેટ કરવો જોઈએ.

નવી સ્કીલ્સ શીખવાડો: કોર્સમાં કોડિંગ, ડેટા એનાલિસિસ, ડિજિટલ માર્કેટિંગ જેવી આધુનિક સ્કીલનો સમાવેશ કરવો જોઈએ.

ઇન્ટર્નશિપ પર ખાસ ભાર મૂકો: ભણતરની સાથે-સાથે વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાનો વર્ક એક્સપિરિયન્સ મળે તે માટે ઇન્ટર્નશિપ ફરજિયાત અને વધુ સરળ બનાવવી જોઈએ.

ઇન્ડસ્ટ્રી સાથે સીધું જોડાણ: કોલેજોએ મોટી કંપનીઓ અને ઉદ્યોગો સાથે ટાઈ-અપ કરવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓને બદલાતી ટેકનોલોજીની સીધી સમજ મળી રહે.

સ્કીલ-આધારિત કોર્સને પ્રોત્સાહન: સામાન્ય ડિગ્રીની જગ્યાએ વ્યાવસાયિક (વોકેશનલ) અને રોજગાર-સંબંધિત કોર્સને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ.

આ ઉપરાંત, રિપોર્ટમાં વર્ક-એન્જિનિયર્ડ અને એપ્રેન્ટિસશીપ ડિગ્રી પ્રોગ્રામ્સ (AEDPs) ના વ્યાપક વિસ્તરણ માટે પણ હાકલ કરવામાં આવી છે. હાલમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીના કદની સરખામણીમાં આવા પ્રોગ્રામ્સનો સ્વીકાર બહુ જ ઓછો છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભણતરની સાથે કામનો અનુભવ મેળવવામાં મુશ્કેલી પડે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

નીતિ આયોગે પરંપરાગત ડિગ્રીઓ વિશે શું ચિંતા વ્યક્ત કરી છે?

નીતિ આયોગના રિપોર્ટ મુજબ, BA, BSc, BCom જેવી ડિગ્રીઓ અને સારી નોકરીની તકો વચ્ચે મોટો તફાવત છે. જૂના અભ્યાસક્રમ અને આવડતના અભાવને કારણે યુવાનોને નોકરી મળવામાં મુશ્કેલી પડે છે.

ગ્રેજ્યુએટ યુવાનોને નોકરી મેળવવામાં શા માટે મુશ્કેલી પડે છે?

રિપોર્ટ દર્શાવે છે કે મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસક્રમ જૂનો અને આઉટડેટેડ થઈ ગયો છે, જે ઉદ્યોગની જરૂરિયાતો સાથે મેળ ખાતો નથી. પરિણામે, વિદ્યાર્થીઓ પાસે કંપનીઓને જોઈતી આવડતનો અભાવ હોય છે.

પોતાની લાયકાત મુજબ કામ કરતા ગ્રેજ્યુએટ યુવાનોનો આંકડો કેટલો છે?

આર્થિક સર્વેક્ષણ 2024-25 મુજબ, માત્ર 8.25 ટકા ગ્રેજ્યુએટ યુવાનો જ એવા છે જેઓ પોતાની લાયકાત મુજબનું કામ કરી રહ્યા છે. આ દર્શાવે છે કે મોટાભાગનાને યોગ્ય નોકરી મળતી નથી.

નીતિ આયોગે ગ્રેજ્યુએટની રોજગારી સુધારવા કયા સૂચનો કર્યા છે?

આયોગે અભ્યાસક્રમમાં ફેરફાર કરવા, નવી સ્કીલ્સ શીખવવા, ઇન્ટર્નશિપ ફરજિયાત બનાવવા અને ઉદ્યોગ સાથે જોડાણ વધારવા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત, સ્કીલ-આધારિત કોર્સને પ્રોત્સાહન આપવાનું સૂચવ્યું છે.

Advertisement

ટોપ સ્ટોરી

નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
Embed widget