APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
દક્ષિણ ચીનના શેનઝેન એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમનું સ્વાગત કર્યું હતું.

બેઇજિંગ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. દક્ષિણ ચીનના શેનઝેન એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમનું સ્વાગત કર્યું હતું.
WATCH LIVE: Trump’s Grand Welcome in China as President XI receives him on Arrival #donaldtrump #xijinping #usa #china #uschina #news #apecsummit SOURCE: US NETWORK POOL VIA REUTERS https://t.co/x8d61EMwwN
— ANI (@ANI) November 18, 2026
નોંધનીય છે કે ટ્રમ્પ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ત્રિપક્ષીય બેઠક પણ કરવાના છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ પરમાણુ શસ્ત્રો મર્યાદિત કરવા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા અંગે ચર્ચા કરવા માંગે છે. જો કે, તેમના સહયોગીઓએ અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે ત્રિપક્ષીય બેઠકમાં યુક્રેન યુદ્ધનો સમાવેશ કરવામાં આવશે નહીં.
રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા થઈ શકે છે
અમેરિકાના રાષ્ટ્રપતિએ મંગળવારે કહ્યું હતું કે દર મહિને હજારો રશિયન સૈનિકોના મૃત્યુથી યુદ્ધ ઉકેલવાની તક ઊભી થઈ છે. તેમણે કરારની શક્યતા અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે અમે તે પૂર્ણ કરવાની ખૂબ નજીક છીએ. અમે આ અંગે સારી બેઠક કરવા જઈ રહ્યા છીએ." ટ્રમ્પે પુતિન સાથે ખાનગી મુલાકાત અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે અલગ મુલાકાતની શક્યતા પણ વ્યક્ત કરી હતી, જોકે બંનેમાંથી કોઈની પુષ્ટી થઈ નથી.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે ટ્રમ્પ ઉત્તર કોરિયા સાથેના તણાવને ઉકેલવા માટે કિમ જોંગ ઉનને મળવા માટે ગંભીર છે. જો કે, તેમણે સંકેત આપ્યો હતો કે ગુરુવારે બંને નેતાઓ વચ્ચે કોઈ મુલાકાત નક્કી કરવામાં આવી નથી. રુબિયોએ કહ્યું, "હું એમ નથી કહેતો કે બુધવારે કોઈ બેઠક થશે. હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે રાષ્ટ્રપતિ મળવા અને ચર્ચા કરવા તૈયાર છે, જેમ તેમણે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન કર્યું હતું."
ફિલિપાઇન્સ સાથે વેપાર કરાર મહત્વપૂર્ણ છે: ટ્રમ્પ
મનીલામાં ASEAN સમિટ અને ક્વાડ નેતાઓની બેઠકમાં હાજરી આપ્યા પછી ટ્રમ્પ ચીનની મુલાકાતે છે. ફિલિપાઇન્સ છોડતા પહેલા તેમણે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ફિલિપાઇન્સ સાથે એક નવા વેપાર કરારની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું, "હું હવે ફિલિપાઇન્સથી ચીન જઈ રહ્યો છું. ફિલિપાઇન્સમાં વેપાર, રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય વિષયો પર અમારી ખૂબ સારી વાતચીત થઈ. મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે ફિલિપાઇન્સ સાથે એક નવા અને સંપૂર્ણપણે અલગ વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ એક ઐતિહાસિક કરાર હશે, જે ખૂબ જ ફાયદાકારક રહેશે, ખાસ કરીને આપણા ખેડૂતો અને ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે." રાષ્ટ્રપતિ માર્કોસ એક પ્રભાવશાળી નેતા છે, ખૂબ જ પ્રામાણિકતા ધરાવતા માણસ છે. તેમની, તેમની પત્ની અને તેમના પુત્ર સાથે સમય વિતાવવો એ સન્માનની વાત હતી. ચીનમાં મળીશું.
Before You Go
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા





















