સોશિયલ મીડિયા પર સીબીએસઇ 2023 પરીક્ષાની ફેક ડેટશીટ વાયરલ, હજુ સુધી જાહેર નથી થયું શેડ્યૂલ
CBSE બોર્ડ 2023 ની પરીક્ષાની નકલી ડેટશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે
![સોશિયલ મીડિયા પર સીબીએસઇ 2023 પરીક્ષાની ફેક ડેટશીટ વાયરલ, હજુ સુધી જાહેર નથી થયું શેડ્યૂલ CBSE 2023 exam fake datesheet viral on social media સોશિયલ મીડિયા પર સીબીએસઇ 2023 પરીક્ષાની ફેક ડેટશીટ વાયરલ, હજુ સુધી જાહેર નથી થયું શેડ્યૂલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/8c21786e51fa485807bc79f6d66279f9166460652166488_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CBSE Fake Date Sheet 2023: આ સમયે દરેક જગ્યાએ અલગ-અલગ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થવાના સમાચાર આવી રહ્યા છે. સીબીએસઈથી લઈને સીઆઈએસસીઈ અને યુપી બોર્ડ સુધી. કોઈ દિવસ કોઈ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થાય છે, તો કોઈ દિવસ ટૂંક સમયમાં આવનારી તારીખ વિશેની માહિતી આવે છે. આવી સ્થિતિમાં કેટલાક તોફાની તત્વો તકનો લાભ ઉઠાવીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાવી રહ્યા છે. CBSE બોર્ડ 2023 ની પરીક્ષાની નકલી ડેટશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેમાં પરીક્ષાની તારીખોનો ઉલ્લેખ છે અને આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.
CBSEએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી
CBSEએ આ સંબંધમાં નોટિસ જાહેર કરીને કહ્યું છે કે ડેટશીટના ઘણા વર્ઝન સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યા છે જે નકલી છે. પરીક્ષાનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવી જોઈએ. હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની વર્ષ 2023ની પરીક્ષાની ડેટશીટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતી થઈ રહી છે તે નકલી છે.
ફક્ત સત્તાવાર વેબસાઇટ પર વિશ્વાસ કરો
CBSE બોર્ડની ડેટશીટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે અને રિલીઝ થયા પછી તેને બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર ચેક કરી શકાય છે. વિદ્યાર્થીઓને માત્ર સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પર આધાર રાખવાની સલાહ આપવામાં આવે છે. અન્ય કોઈ માધ્યમથી મળેલી માહિતી પર ભરોસો ન કરો કે તેને ફોરવર્ડ ના કરો.
પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર
CBSE એ તાજેતરમાં ધોરણ 10 અને 12 ની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. મળતી માહિતી મુજબ, CBSEની પ્રેક્ટિકલ પરીક્ષા 01 જાન્યુઆરીથી લેવામાં આવશે. બીજી તરફ થિયરી એક્ઝામને લઈને માત્ર આટલી જ માહિતી બહાર આવી છે કે 15 ફેબ્રુઆરીથી પરીક્ષા લેવાશે. વિગતવાર શિડ્યુલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ડેટશીટ રીલીઝ થયા પછી જ સત્તાવાર વેબસાઇટ પર તપાસો.
Surendranagar: લીંબડીમાં અજાણ્યા શખ્સો બે યુવકો પર કર્યું ફાયરિંગ, પોલીસનો ઘટના સ્થળે
લીંબડી શહેરના ફિદાઈ બાગ વિસ્તારમાં બે યુવકો પર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું છે. બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત બન્ને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચાઓ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. હાલમાં DYSP,પી.આઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)