શોધખોળ કરો

MeitY Recruitment 2026: કેન્દ્ર સરકારમાં વૈજ્ઞાનિક બનવાની તક, 20 જગ્યાઓ પર ભરતીની જાહેર

MeitY Recruitment 2026: ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સીધી ભરતી દ્વારા પૂર્ણ-સમયના ધોરણે વૈજ્ઞાનિક બીની કુલ 20 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી

MeitY Recruitment 2026: વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ફુલટાઇમ ધોરણે વૈજ્ઞાનિક બી (Scientist B)ની કુલ 20 જગ્યાઓ પર સીધી ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ-A કેટેગરી હેઠળ આવતી આ જગ્યાઓ માટે મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી પોર્ટલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ 20 જગ્યાઓને બે મુખ્ય ટેક્નિકલ વિભાગોમાં સરખે ભાગે વહેંચવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ માટે 10 જગ્યાઓ અને કમ્પ્યુટર સાયન્સ તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી માટે 10 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. હાલમાં રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ અને અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી નથી. આ અંગેની વિગતવાર નોટિફિકેશન અને સમયપત્રક ટૂંક સમયમાં સત્તાવાર પોર્ટલ પર જાહેર કરવામાં આવશે.

કેટલી શૈક્ષણિક લાયકાત જરૂરી?
આ જગ્યાઓ માટે સંબંધિત વિષયમાં GATE 2024, 2025 અથવા 2026નો માન્ય સ્કોર હોવો ફરજિયાત છે. શૈક્ષણિક લાયકાત તરીકે ફિઝિકલ સાયન્સ, મેથેમેટિકલ સાયન્સ અથવા કમ્પ્યુટેશનલ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ સંબંધિત નિર્ધારિત વિષયોમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે.આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, IT, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સાયન્સ અને સાયબર સિક્યોરિટી સહિત નોટિફિકેશનમાં દર્શાવેલા વિષયોમાં ઓછામાં ઓછી ચાર વર્ષની BE-BTech ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર રહેશે.

ઉંમર મર્યાદા અને પગાર
આ ભરતી માટે બિનઅનામત (જનરલ) અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. અન્ય પછાત વર્ગ (OBC)ના ઉમેદવારો માટે 33 વર્ષ અને અનુસૂચિત જાતિ-જનજાતિ (SC-ST)ના ઉમેદવારો માટે 35 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જ્યારે દિવ્યાંગ (PwBD) ઉમેદવારોને નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

પગારની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 56,100થી રૂ. 1,77,500 સુધીનો પગાર મળશે. આ પગાર સાતમા કેન્દ્રીય પગાર પંચના પે મેટ્રિક્સ લેવલ-10 મુજબ રહેશે. આ ઉપરાંત સરકારી નિયમો અનુસાર અન્ય ભથ્થાં અને સુવિધાઓ પણ આપવામાં આવશે.
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કાના આધારે કરવામાં આવશે.
1. માન્ય GATE સ્કોરના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે.
2. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનો પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
3. અંતિમ પસંદગી પહેલાં ઉમેદવારોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન ભરતી પોર્ટલ શરૂ થયા બાદ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકશે.અરજી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં મંત્રાલય દ્વારા વિગતવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. તેમાં પાત્રતાની શરતો, અનામતની સ્થિતિ અને અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ માહિતી આપવામાં આવશે. તેથી ઇચ્છુક ઉમેદવારોને મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર નિયમિત રીતે નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

Advertisement

ટોપ સ્ટોરી

Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી
JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી
Advertisement

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
અમદાવાદ AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
ભાવનગરમાં પથુભા ગોહિલના મોત મામલે ત્રીજા દિવસે પણ પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો, પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર સાથે વિરોધ
ભાવનગરમાં પથુભા ગોહિલના મોત મામલે ત્રીજા દિવસે પણ પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો, પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર સાથે વિરોધ
Embed widget