શોધખોળ કરો

JEE Advanced 2022 Result : જેઈઈ એડવાન્સ 2022 રિઝલ્ટ થયું જાહેર, જુઓ ટોપર લિસ્ટ અને કટ ઓફ

Rsult 2022: આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર તેમનું JEE એડવાન્સ સ્કોરકાર્ડ ચકાસી શકે છે. પાર્થ ભારદ્વાજે આ પરીક્ષામાં ટોપ કર્યું છે.

JEE Advanced 2022 Result: IIT-Bombay એ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Advanced 2022) 2022નું પરિણામ આજે સવારે 10 વાગ્યે જાહેર કર્યું છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર તેમનું JEE એડવાન્સ સ્કોરકાર્ડ ચકાસી શકે છે. પાર્થ ભારદ્વાજે આ પરીક્ષામાં ટોપ કર્યું છે.

SC, ST અને OBC ઉમેદવારો માટે JEE એડવાન્સ્ડ કટ-ઓફ આ વખતે ચાર વર્ષની નીચી સપાટીએ છે. બીજી તરફ જનરલ કેટેગરીમાં ગયા વર્ષની સરખામણીએ થોડો વધારો થયો છે. સામાન્ય શ્રેણી માટે કટ-ઓફ 88.4 પર્સેન્ટાઈલ છે. તે 2021માં 87.9 ટકા, 2020માં 90.3 અને 2019માં 89.7 ટકા હતા. જ્યારે EWS માટે કટ-ઓફ 63.11, SC માટે 43.08, ST માટે 26.7 અને OBC માટે 67.0 છે. જ્યારે ગયા વર્ષે EWS માટે કટ-ઓફ 68.02, SC માટે 46.8, ST માટે 34.6 અને OBC માટે 68.02 હતું.

આ વર્ષે, JEE એડવાન્સ 2022 માટે કુલ 1,56,089 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે જ્યારે પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે સીટ એલોટમેન્ટ પ્રક્રિયા 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. JEE એડવાન્સ્ડ 2022 ની અંતિમ આન્સર કી 3જી સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવી હતી. ઉમેદવારોએ 3 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર દરમિયાન અંતિમ આન્સર કી પર વાંધો ઉઠાવ્યો હતો.

1.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

જેઇઇ એડવાન્સ્ડની પરીક્ષા 28 ઓગસ્ટે લેવામાં આવી હતી. પરીક્ષા માટે લગભગ 2.5 લાખ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. માત્ર 1.56 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા 124 શહેરોમાં 577 કેન્દ્રો પર લેવામાં આવી હતી.

તમામ 23 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)માં કુલ 16,598 બેઠકો છે, જેના માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બેઠકોની સંખ્યામાં વધારો થયો છે. તેમજ 1,567 વધારાની બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. કુલ બેઠકોની સંખ્યા 2021માં 16,232 હતી જે આ વર્ષે વધીને 16,598 થઈ ગઈ છે.

JEE એડવાન્સ પરિણામ 2022 કેવી રીતે કરશો ચેક

  • સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in 2022 અથવા result.jeeadv.ac.in પર જાવ.
  • હોમપેજ પર JEE એડવાન્સ પરિણામ લિંક પર ક્લિક કરો.
  • નોંધણી નંબર, જન્મ તારીખ અને મોબાઇલ નંબર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • JEE એડવાન્સ સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય
ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો, મોદી સરકારે આપી મહત્વની જાણકારી
Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત
Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi-Priyanka Sambhal Updates: રાહુલ અને પ્રિયંકાને સંભલમાં અટકાવ્યા...| Abp AsmitaMaharashtra CM :Devendra Fadnavis : હવે મહારાષ્ટ્રમાં ફરી ફડણવીસ સરકાર, DyCMને લઈને મોટા સમાચારRajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય
ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો, મોદી સરકારે આપી મહત્વની જાણકારી
Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત
Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત
સુખવીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસર ગૉલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ, સહેજ માટે બચ્યા નેતાજી
સુખવીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસર ગૉલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ, સહેજ માટે બચ્યા નેતાજી
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
'પુરુષોને પીરિયડ્સ આવતા હોત તો તેમને મહિલાઓનું દર્દ સમજમાં આવ્યું હોત', સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી?
'પુરુષોને પીરિયડ્સ આવતા હોત તો તેમને મહિલાઓનું દર્દ સમજમાં આવ્યું હોત', સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી?
22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક
22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક
Embed widget