શોધખોળ કરો

TGTની બમ્પર પદો માટેની પરીક્ષાની તારીખ જાહેર, આ ડેટ્સ પર લેવાશે એક્ઝામ, અહીં જુઓ શિડ્યૂલ......

હરિયાણા સ્ટાફ સિલેક્શન કમીશનના ટ્રેન્ડ ગ્રેજ્યૂએટ ટીચર પદો માટે ઉમેદવારોની પસંદગી ઓએમઆર બેઝ્ડ એક્ઝામના માધ્યમથી થશે.

HSSC TGT Exam Date 2023 Released: હરિયાણા કર્મચારી પસંદગી આયોગે થોડાક સમય પહેલાજ ટીજીટીના બમ્પર પદો પર ભરતી બહાર પાડી હતી, આ માટે મોટી સંખ્યામાં કેન્ડિડેટ્સે એપ્લાય કર્યુ છે. જોકે આ વેકેન્સી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના માધ્યમથી લેવાશે. કમીશને રિટેન એક્ઝામની તારીખો સ્પષ્ટ કરી દીધી છે. પરીક્ષા તારીખોની સાથે જ સમય પણ બતાવવામાં આવ્યો હતો, તે કેન્ડિડેટ્સ જેમને હરિયાણા સ્ટાફ સિલેક્શન કમીશને આ પદો માટે એપ્લાય કર્યું હોય, તે એચએસએસસીની અધિકારિક વેબસાઇટ પર જઇને એક્ઝામ શિડ્યૂલ ચેક કરી શકે છે.  

આ તારીખે લેવાશે પરીક્ષા  - 
હરિયાણા સ્ટાફ સિલેક્શન કમીશનના ટ્રેન્ડ ગ્રેજ્યૂએટ ટીચર પદો માટે ઉમેદવારોની પસંદગી ઓએમઆર બેઝ્ડ એક્ઝામના માધ્યમથી થશે. આ પદ એલિમેન્ટ્રી એજ્યૂકેશન ડિપાર્ટમેન્ટ, હરિયાણા માટે છે. નૉટિસમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર, એક્ઝામ 22 એપ્રિલથી 07 મે, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવશે. એક્ઝામ બે શિફ્ટમાં લેવાશે. 

શું લખેલું છે નૉટિસમાં - 
આ બાબતે કમીશને જે નૉટિસ જાહેર કરી છે, તેમાં લખેલુ છે કે, એક્ઝામિનેશનનું આ કેલેન્ડર ટેન્ટેટિવ છે, જેમાં એડમિનિસ્ટ્રેટિવ કારણોથી ફેરફાર સંભવ છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમ ગૃપ સીના કુલ 7471 ટીજીટી પદો ભરવામાં આવશે. સિલેક્ટ થવા પર કેન્ડિડેટ્સને પે સ્કેલ 9,300 – 34,800 ના હિસાબથી સેલેરી મળશે. 

કઇ રીતે થશે સિલેક્શન -
આ પદો પર સિલેક્શન લેખિત પરીક્ષાના માધ્યમથી થશે, આના પછી સોશિયો ઇકોનૉમિક ક્રાઇટેરિયા અને અનુભવ જોવામાં આવશે. એક્સપીરિયન્સને 95% માર્ક્સ આપવામાં આવશે, અને સોશ્યો ઇકોનૉમિક ક્રાઇટેરિયાને 5% માર્ક્સ આપવામાં આવશે. 

તમામ પ્રશ્નો અનિવાર્ય રહેશે, અને પેપર હિન્દી અને ઇંગ્લિશ બન્ને ભાષાઓમાં રહેશે. ટીજીટી પદો માટે ઓફલાઇન ઓએમઆર પરીક્ષા આયોજિત કરવામાં આવશે, અન્ય કોઇપણ વિષયમાં જાણકારી મેળવવા માટે અધિકારિક વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસ ચેક કરી શકો છો, અહીંથી તમને તમામ ડિટેલ્સ મળી જશે.

UGC NET Exam : NTA ટુંક સમયમાં જ જાહેર કરશે આંસર કી, આ રીતે કરો ડાઉનલોડ

UGC NET Answer Key 2023 To Release Soon: UGC NET પરીક્ષાઓ પૂરી થઈ ત્યારથી ઉમેદવારો આન્સર કી અને પરિણામની રાહ જોઈ રહ્યા છે. પહેલા આન્સર કી બહાર પાડવામાં આવશે અને ત્યાર બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી ટૂંક સમયમાં UGC NET પરીક્ષા માટે આન્સર કી જાહેર કરશે. પ્રકાશન બાદ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ 2023ની આન્સર કી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આમ કરવા માટે સત્તાવાર વેબસાઇટ કે જેનું એડ્રેસ છે- ugcnet.nta.nic.in. UGC NET ડિસેમ્બર 2022 ની છેલ્લી શિફ્ટનું આયોજન 15 માર્ચ 2023 ના રોજ કરવામાં આવ્યું હતું.

પ્રથમ આન્સર-કી પ્રોવિઝનલ હશે

આન્સર કી ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરવો પડશે. એ પણ જાણી લો કે અગાઉ જારી કરાયેલ આન્સર કી કામચલાઉ હશે જેના પર વાંધો ઉઠાવી શકાય છે. ઉમેદવારોને આ માટે પૂરતો સમય મળશે. વાંધા સબમિટ કર્યા પછી, ઉમેદવારો થોડા સમય પછી અંતિમ જવાબ કી ડાઉનલોડ કરી શકશે.

આ રીતે આન્સર કી ડાઉનલોડ કરો

UGC NET પરીક્ષા 2023ની આન્સર કી રીલિઝ થયા પછી ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે ugcnet.nta.nic.in પર જાઓ.

અહીં હોમપેજ પર, લિંક પર ક્લિક કરો જે વાંચે છે – NET Answer Key 2023.

આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પૃષ્ઠ પર તમારા લૉગિન ઓળખપત્રો દાખલ કરો અને સબમિટ બટનને દબાવો.

આમ કરવાથી, તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર UGC NET જવાબ કી દેખાશે.

તેને અહીંથી તપાસો, તેને ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ લો.

માર્કિંગ સ્કીમ વિશે વાત કરીએ તો, UGC NET 2023 પેપર પેટર્નમાં દરેક પ્રશ્ન 2 માર્ક્સનો હશે અને તેમાં કોઈ નેગેટિવ માર્કિંગ નહીં હોય.

પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મેળવવા અથવા નવીનતમ અપડેટ્સ મેળવવા માટે, ફક્ત UGC NETની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
Embed widget