શોધખોળ કરો

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત

8 જૂન 2026 થી શરૂ થશે નવું શૈક્ષણિક વર્ષ; 25 ફેબ્રુઆરી 2027 થી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, જાણો વેકેશન, રજાઓ અને પરીક્ષાઓનો સંપૂર્ણ કાર્યક્રમ એક જ ક્લિકમાં.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • GSEBનું શૈક્ષણિક કેલેન્ડર ૨૦૨૬-૨૭ જાહેર થયું.
  • ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૭થી શરૂ.
  • નવું શૈક્ષણિક સત્ર ૮ જૂન ૨૦૨૬થી શરૂ થશે.
  • પ્રથમ પરીક્ષા ઓક્ટોબર ૨૦૨૬, દ્વિતીય પરીક્ષા જાન્યુઆરી ૨૦૨૭.

GSEB Academic Calendar 2026-27: વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેનું સત્તાવાર કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવા કેલેન્ડર મુજબ, આવતા વર્ષે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ દર વર્ષની સરખામણીએ થોડી વહેલી એટલે કે 25 ફેબ્રુઆરી 2027 થી શરૂ થઈ જશે. બોર્ડે આખા વર્ષના કામકાજના દિવસો, વેકેશન, જાહેર રજાઓ અને તમામ પરીક્ષાઓનું પૂરું ટાઈમ-ટેબલ આપી દીધું છે, જેથી હવે શાળાઓ અને વિદ્યાર્થીઓ તે મુજબ અત્યારથી જ પોતાની તૈયારીઓનું આયોજન કરી શકે.

નવું શૈક્ષણિક વર્ષ અને કામકાજના દિવસો

બોર્ડના પરિપત્ર મુજબ, નવું શૈક્ષણિક સત્ર 8 જૂન 2026 ના રોજથી શરૂ થશે. આખા વર્ષ દરમિયાન શાળાઓમાં કુલ 244 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. જેમાં પ્રથમ સત્રમાં 120 દિવસ અને બીજા સત્રમાં 124 દિવસનો સમાવેશ થાય છે. જો આમાંથી 4 સ્થાનિક રજાઓ બાદ કરવામાં આવે, તો વિદ્યાર્થીઓને કુલ 240 દિવસનું ચોક્કસ શિક્ષણ કાર્ય મળશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન 20 જાહેર રજાઓ મળશે, જેમાં દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી અને હોળી-ધૂળેટી જેવા મુખ્ય તહેવારો સામેલ છે.

દિવાળી અને ઉનાળુ વેકેશનની તારીખો

વેકેશનની વાત કરીએ તો, શાળાનું પ્રથમ સત્ર 4 નવેમ્બર 2026 ના રોજ પૂરું થશે. ત્યારબાદ 5 નવેમ્બર 2026 થી 25 નવેમ્બર 2026 સુધી (કુલ 21 દિવસનું) દિવાળી વેકેશન રહેશે. દિવાળી પછી દ્વિતીય સત્રની શરૂઆત 26 નવેમ્બર 2026 થી થશે, જે 2 મે 2027 સુધી ચાલશે. વર્ષના અંતે 3 મે 2027 થી 6 જૂન 2027 સુધી (કુલ 35 દિવસનું) ઉનાળુ વેકેશન પડશે. આ વેકેશન પૂરું થયા બાદ નવું શૈક્ષણિક વર્ષ (2027-28) 7 જૂન 2027 થી શરૂ થશે.

પરીક્ષાઓનો સંપૂર્ણ કાર્યક્રમ

બોર્ડે જાહેર કરેલા સમયપત્રક મુજબ, ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 22 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2026 વચ્ચે યોજાશે. ત્યારબાદ પ્રિલિમ અથવા દ્વિતીય પરીક્ષા (ધોરણ 9 થી 12 માટે) 18 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2027 દરમિયાન લેવામાં આવશે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી 30 જાન્યુઆરી 2027 ના રોજ લેવાશે. સૌથી મહત્વની એવી ધોરણ 10 અને 12 (તમામ પ્રવાહ) ની બોર્ડની પરીક્ષા 25 ફેબ્રુઆરી 2027 થી શરૂ થઈને 17 માર્ચ 2027 સુધી ચાલશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાઓ બોર્ડની મુખ્ય પરીક્ષા પહેલા 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી 2027 વચ્ચે લેવાશે. બાકી રહેલા ધોરણ 9 અને 11 ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 5 એપ્રિલથી 20 એપ્રિલ 2027 દરમિયાન લેવામાં આવશે. (ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા સંભવિત રીતે 11 જૂનથી 22 જૂન 2026 દરમિયાન યોજાશે).

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત

કઈ પરીક્ષામાં કેટલો અભ્યાસક્રમ પૂછાશે?

પરીક્ષામાં પૂછાનારા કોર્સ અંગે પણ બોર્ડે સ્પષ્ટતા કરી છે. ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષામાં માત્ર જૂનથી સપ્ટેમ્બર સુધીનો જ અભ્યાસક્રમ રહેશે. જ્યારે ધોરણ 9 અને 11 ની બીજી પરીક્ષામાં જૂનથી ડિસેમ્બર સુધીનો કોર્સ રહેશે (જેમાં જૂન-સપ્ટેમ્બરના કોર્સમાંથી 30% અને ઓક્ટોબર-ડિસેમ્બરના કોર્સમાંથી 70% વેઇટેજ રહેશે). ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, ધોરણ 10 અને 12 ની પ્રિલિમ તેમજ બોર્ડની પરીક્ષા અને ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ (100%) અભ્યાસક્રમની તૈયારી કરવાની રહેશે.

સ્થાનિક ચૂંટણીની અસર: ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખો બદલી, જાણો પરીક્ષાઓનું નવું ટાઈમટેબલ

બોર્ડના સંયુક્ત નિયામક બી. એન. રાજગોર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ કેલેન્ડર મુજબ જ શૈક્ષણિક આયોજન કરવા પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જોકે, બોર્ડે એવી સ્પષ્ટતા પણ કરી છે કે ભવિષ્યમાં જો સરકાર દ્વારા રજાઓ કે અન્ય કોઈ બાબતે ફેરફાર કરવામાં આવશે, તો આ કેલેન્ડરમાં પણ તે મુજબ બદલાવ થઈ શકશે.

ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, 19 એપ્રિલે લેવાશે લેખિત પરીક્ષા

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

GSEB શૈક્ષણિક વર્ષ 2026-27 ક્યારથી શરૂ થશે?

GSEB નું નવું શૈક્ષણિક સત્ર 8 જૂન 2026 થી શરૂ થશે. આખા વર્ષ દરમિયાન કુલ 244 દિવસ શૈક્ષણિક કાર્ય થશે.

ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2027 ક્યારે લેવાશે?

ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 25 ફેબ્રુઆરી 2027 થી શરૂ થશે અને 17 માર્ચ 2027 સુધી ચાલશે.

2026-27 માં દિવાળી વેકેશન ક્યારે છે?

દિવાળી વેકેશન 5 નવેમ્બર 2026 થી 25 નવેમ્બર 2026 સુધી, કુલ 21 દિવસનું રહેશે.

2027 માં ઉનાળુ વેકેશન ક્યારે શરૂ થશે?

ઉનાળુ વેકેશન 3 મે 2027 થી 6 જૂન 2027 સુધી, કુલ 35 દિવસનું રહેશે. ત્યારબાદ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે.

ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં કેટલો અભ્યાસક્રમ પૂછાશે?

ધોરણ 10 અને 12 ની પ્રિલિમ અને બોર્ડ પરીક્ષા માટે સંપૂર્ણ (100%) અભ્યાસક્રમ તૈયાર કરવાનો રહેશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget