શોધખોળ કરો

સ્થાનિક ચૂંટણીની અસર: ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખો બદલી, જાણો પરીક્ષાઓનું નવું ટાઈમટેબલ

1.50 લાખ જેટલા UG અને PG ના વિદ્યાર્થીઓને પડશે સીધી અસર; ચૂંટણીની કામગીરીના કારણે પાંચમાંથી બાકીના ત્રણ ફેઝની પરીક્ષાઓ હવે 1, 12 અને 21 મે ના રોજ શરૂ થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સ્થાનિક ચૂંટણીઓને લીધે ગુજરાત યુનિવર્સિટીની UG/PG પરીક્ષાઓ મે માં.
  • એપ્રિલમાં યોજાવાની હતી, હવે 1, 12, 21 મે થી શરૂ થશે.
  • આશરે 1.50 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર અસર કરશે.
  • ચૂંટણીમાં સ્ટાફ, બિલ્ડિંગની જરૂરિયાત, પરિણામમાં વિલંબ શક્ય.

Gujarat University Exam News: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક અગત્યના સમાચાર છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ અંડર ગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) ના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓના કાર્યક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. જે પરીક્ષાઓ એપ્રિલ મહિનામાં લેવાવાની હતી, તે હવે મે મહિનામાં લેવાશે. આ નિર્ણયથી આશરે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર થશે. ચૂંટણીમાં મોટા પ્રમાણમાં સ્ટાફ અને બિલ્ડિંગની જરૂર પડતી હોવાથી યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીની પરીક્ષા સમિતિએ અગાઉ કુલ 5 ફેઝમાં પરીક્ષા લેવાનું આયોજન કર્યું હતું. જેમાંથી 2 ફેઝની પરીક્ષાઓ તો સમયસર પૂરી પણ થઈ ગઈ છે. પરંતુ, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી હોવાથી બાકીના 3 ફેઝના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કારણે બી.એ., એમ.એ., બી.એસસી., લો, બી.કોમ. સહિતના ઘણા મહત્વના કોર્સની પરીક્ષાઓ હવે મોડી શરૂ થશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ રિવાઈઝડ (નવો) કાર્યક્રમ તમામ સંલગ્ન કોલેજો અને વિભાગોમાં મોકલી આપ્યો છે.

નવું ટાઈમટેબલ કંઈક આ મુજબ રહેશે:

પહેલો ફેરફાર (1 મે થી શરૂ): જે પરીક્ષાઓ અગાઉ 16 એપ્રિલથી શરૂ થવાની હતી, તે હવે 1 મે થી શરૂ થશે. આમાં B.A., B.Com, B.Sc, B.B.A, B.C.A ના સેમેસ્ટર 4 અને 6, M.A. સેમેસ્ટર 3, તેમજ ઇન્ટિગ્રેટેડ કોર્સ, LL.B. અને B.Ed. સેમેસ્ટર 2 ની પરીક્ષાઓ લેવાશે.

બીજો ફેરફાર (12 મે થી શરૂ): જે પરીક્ષાઓ 24 એપ્રિલના રોજ લેવાવાની હતી, તે હવે 12 મે થી શરૂ થશે. જેમાં M.A., M.Com, M.Sc, M.R.S ના સેમેસ્ટર 2, B.A., B.Com, B.Sc ના સેમેસ્ટર 2 અને ન્યૂ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળના UG કોર્સના સેમેસ્ટર 4 નો સમાવેશ થાય છે.

ત્રીજો ફેરફાર (21 મે થી શરૂ): 5 મે ના રોજથી શરૂ થતી પરીક્ષાઓ હવે 21 મે થી લેવામાં આવશે. જેમાં મુખ્યત્વે NEP હેઠળના UG-PG અને ડિપ્લોમા કોર્સના અલગ-અલગ સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાશે.

આ સમયપત્રક બદલાવાને કારણે આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન જેવી તમામ શાખાઓના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે થોડો વધારાનો સમય તો મળી ગયો છે, પરંતુ સામે પક્ષે તેના કારણે પરિણામ પણ મોડા આવવાની શક્યતા છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ હવે મે મહિનાની કાળઝાળ ગરમીમાં પરીક્ષા આપવા જવું પડશે. જોકે, વિદ્યાર્થીઓને ગરમીમાં કોઈ તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર પાણી અને વીજળીની પૂરતી વ્યવસ્થા કરવા માટે યુનિવર્સિટી દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવશે.

નવું ટાઈમટેબલ જોવા અહીં ક્લિક કરો...

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાના કાર્યક્રમમાં શું ફેરફાર થયો છે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે ગુજરાત યુનિવર્સિટીની UG અને PG ના વિવિધ સેમેસ્ટરની એપ્રિલમાં લેવાનાર પરીક્ષાઓ હવે મે મહિનામાં લેવાશે.

આ પરીક્ષા કાર્યક્રમના ફેરફારથી કેટલા વિદ્યાર્થીઓને અસર થશે?

આ નિર્ણયથી આશરે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર થશે. આ ફેરફારને કારણે મુખ્યત્વે આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન શાખાઓના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે.

નવા કાર્યક્રમ મુજબ કયા તારીખથી પરીક્ષાઓ શરૂ થશે?

પરીક્ષાઓના ત્રણ મુખ્ય ફેરફાર છે: 1 મે થી, 12 મે થી અને 21 મે થી પરીક્ષાઓ શરૂ થશે, જે અગાઉ અલગ અલગ તારીખોએ લેવાનાર હતી.

પરીક્ષા મોડી થવાથી વિદ્યાર્થીઓને શું ફાયદા કે નુકસાન થઈ શકે છે?

વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વધારાનો સમય મળશે. જોકે, તેના કારણે પરિણામ આવવામાં પણ વિલંબ થઈ શકે છે અને વિદ્યાર્થીઓએ મે મહિનાની ગરમીમાં પરીક્ષા આપવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget