શોધખોળ કરો

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ. ગયા વર્ષે 65.58 ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું. રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા.

Gujarat Board 12th Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે.

ગુજરાત બોર્ડ ધોરણ 12ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટસ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડની મદદથી પરિણામ જોઈ શકે છે.

અહીં પર ક્લિક કરીને પરિણામ જાણો...

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 635 730 0971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.

રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ. ગયા વર્ષે 65.58 ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું.

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા.

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું 82.45 ટકા પરિણામ

કુલ 1,11,132 વિધાર્થીઓ પૈકી 91,625 ટકા વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા.

ગત વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું 65.58 ટકા પરિણામ આવ્યું હતું.

કુંભારીયા પરીક્ષા કેન્દ્ર 97.97 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર

બોડેલી પરીક્ષા કેન્દ્ર 47.98 ટકા પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર

મોરબી 92.80 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો

છોટા ઉદેપુર 51.36 ટકા પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો

100 ટકા પરિણામ ધરાવતી 127 શાળાઓ નો સમાવેશ

10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 27 જેટલી

A1 ગ્રેડ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 1034

A2 ગ્રેડ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 8,983

અંગ્રેજી માધ્યમ ના ઉમેદવારોનું પરિણામ 81.92 ટકા

ગુજરાતી માધ્યમ ના ઉમેદવારોનું પરિણામ 82.94 ટકા

A ગ્રૂપ ના ઉમેદવારોનું પરિણામ 90.11 ટકા

B ગ્રૂપ ના ઉમેદવારોનું પરિણામ 78.34 ટકા

AB ગ્રૂપ ના ઉમેદવારોનું પરિણામ 68.42 ટકા

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગેરિતિમાં પકડાયેલ 18 વિદ્યાર્થીઓનું પરિણામ સ્થગિત કરાયું

વિદ્યાર્થીઓનું હિયરીંગ કર્યા બાદ ગેરરીતિ માં પકડાયેલ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે.

નોંધનિય છે કે, ગુજરાત બોર્ડ (Gujarat Board)ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ હતા.    

ગુજરાત બોર્ડ (Gujarat Board)ની ધોરણ 12ની પરીક્ષામાં કુલ 4.77 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ 11 માર્ચથી 22 માર્ચ, 2024 દરમિયાન લેવાઈ હતી. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને માર્કશીટ ચકાસી શકે છે.

આ રીતે માર્કશીટ ડાઉનલોડ કરો

ગુજરાત બોર્ડ (Gujarat Board)નું પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાય છે. વેબસાઈટ પર જતા જ રિઝલ્ટ વિકલ્પ દેખાશે. રિઝલ્ટ ઓપ્શન પર જાઓ અને ગુજરાત બોર્ડ (Gujarat Board) એચએસસી પરિણામ 2024 માટે પરિણામ ચેક કરોની લિંક પર ક્લિક કરો. આ પછી રોલ નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો. લોગ ઇન કર્યા પછી, પરિણામ સ્ક્રીન પર ખુલશે. પરિણામ તપાસ્યા પછી, પ્રિન્ટ લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget