શોધખોળ કરો

Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?

Gandhinagar: અન્ય ખર્ચમાં વધારો થવાના પગલે બોર્ડ દ્વારા નવું ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સ્ટેશનરી ખર્ચ વધતા ધોરણ ૧૦-૧૨ પરીક્ષા ફી વધી.
  • ધોરણ ૧૦માં ૨૦, ૧૨ સાયન્સમાં ૩૫, સામાન્યમાં ૩૦.
  • પરીક્ષાના આવેદનપત્રો ૩ ડિસેમ્બર સુધી ઓનલાઇન ભરાશે.

Gandhinagar:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ફીમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સ્ટેશનરી સહિત પરીક્ષા સંલગ્ન અન્ય ખર્ચમાં વધારો થવાના પગલે બોર્ડ દ્વારા નવું ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે. નવા ફી માળખા મુજબ ધોરણ 10ની પરીક્ષામાં 20 રૂપિયા, જ્યારે ધોરણ 12 સાયન્સમાં 35 રૂપિયા અને સામાન્ય પ્રવાહમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફીમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટેનું સત્તાવાર ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે. સ્ટેશનરી અને અન્ય પરીક્ષા ખર્ચમાં થયેલા વધારાને પગલે બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં સરેરાશ 5 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ બોર્ડ દ્વારા ધોરણ 10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની પરીક્ષા માટેના આવેદનપત્રો  ઓનલાઇન ભરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે, જે નિયમિત ફી સાથે 3 ડિસેમ્બર સુધી ભરી શકાશે. તમામ નિયમિત, રિપીટર, ઉમેદવારોએ ફરજિયાતપણે ઓનલાઇન જ ફોર્મ ભરવાના રહેશે. નિયમિત વિદ્યાર્થીઓ માટે અગાઉની ફી 425માં રૂપિયા 20નો વધારો કરી હવે 445 રૂપિયા નક્કી કરાઇ છે. રિપીટર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અગાઉના 415ની જગ્યાએ હવે 435  રૂપિયા ફી ભરવાની રહેશે. આવી જ રીતે ધોરણ 12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓને 760 રૂપિયા ફી ભરવી પડશે.

બોર્ડ દ્વારા ધોરણ 10, સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનાં આવેદનપત્રો ઓનલાઇન ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ નિયમિત ફી સાથે 3 ડિસેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. તમામ નિયમિત અને રિપીટર સહિતના ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. નવા ફી માળખા પ્રમાણે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓએ અગાઉ 425 રૂપિયા પરીક્ષા ફી ભરવાની હતી, જે વધારીને હવે 445 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે રિપીટર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ અગાઉના 415 રૂપિયાના બદલે હવે 435 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

બીજી તરફ ધોરણ 12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 760 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં પણ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ, ફેબ્રુઆરી-2027માં યોજાનારી બોર્ડની પરીક્ષા પહેલાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પર વધારાનું આર્થિક ભારણ આવશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા ફી માળખા મુજબ વિદ્યાર્થીઓએ 3 ડિસેમ્બર પહેલાં ઓનલાઇન આવેદનપત્ર ભરીને પરીક્ષા ફી જમા કરાવવાની રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ફીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં સરેરાશ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ફેબ્રુઆરી-2027માં યોજાનારી પરીક્ષાઓ માટે લાગુ પડશે.

બોર્ડની પરીક્ષા ફીમાં વધારો શા માટે કરવામાં આવ્યો છે?

સ્ટેશનરી સહિત પરીક્ષા સંલગ્ન અન્ય ખર્ચમાં વધારો થવાના કારણે બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓ માટે નવી પરીક્ષા ફી કેટલી છે?

ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓ માટે અગાઉની 425 રૂપિયા ફીમાં 20 રૂપિયાનો વધારો કરીને હવે 445 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ધોરણ 12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓ માટે નવી પરીક્ષા ફી કેટલી છે?

ધોરણ 12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 760 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફીમાં 35 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ કઈ છે?

નિયમિત ફી સાથે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન 3 ડિસેમ્બર સુધી ભરી શકાશે. તમામ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવું ફરજિયાત છે.

Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
Dhanteras Shopping Muhurat: ધનતેરસ પર સોનું, ચાંદી અને વાસણો ખરીદવાનો સૌથી શુભ મુહૂર્ત, જાણો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય?
Dhanteras Shopping Muhurat: ધનતેરસ પર સોનું, ચાંદી અને વાસણો ખરીદવાનો સૌથી શુભ મુહૂર્ત, જાણો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય?
Embed widget