શોધખોળ કરો

આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો

4થી 17 એપ્રિલ સુધી ઓનલાઇન ભરી શકાશે ફોર્મ; જાણો ઉંમરનો નિયમ, જરૂરી દસ્તાવેજો અને ખોટી આવક દર્શાવનાર વાલીઓ માટે DEOની કડક ચેતવણી વિશે બધી જ વિગતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RTE હેઠળ ગુજરાતમાં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ પ્રક્રિયા શરૂ.
  • ધોરણ 1 માં 84,228 બેઠકો પર 4 થી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
  • ખોટા આવક પુરાવા રજૂ કરનાર સામે ફોજદારી ગુનો નોંધાશે.
  • આંગણવાડીના બાળકોનો પ્રાથમિકતા ક્રમ ઘટાડી નિયમો વધુ કડક કરાયા.

ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આજથી એટલે કે 4 એપ્રિલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યની ખાનગી શાળાઓમાં 84 હજારથી વધુ બેઠકો પર ધોરણ 1માં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. વાલીઓ 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ વર્ષે પ્રવેશના નિયમો અને અગ્રતાક્રમમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે જ, શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે અને ચેતવણી આપી છે કે જો કોઈ વાલી આવકનો ખોટો દાખલો રજૂ કરશે તો તેમની સામે સીધો ફોજદારી ગુનો નોંધવામાં આવશે.

કેટલી બેઠકો અને કયા માધ્યમમાં મળશે પ્રવેશ?

RTE હેઠળ આ વર્ષે રાજ્યની 9709 ખાનગી શાળાઓમાં ધોરણ 1 માટે 25 ટકા લેખે કુલ 84,228 બેઠકો ફાળવવામાં આવી છે.

ગુજરાતી માધ્યમ: 41,411 બેઠકો

અંગ્રેજી માધ્યમ: 40,262 બેઠકો

હિન્દી માધ્યમ: 2,235 બેઠકો

અન્ય માધ્યમ: 320 બેઠકો

ખાસ વાત એ છે કે, પાળી સિસ્ટમ (Shift) માં ચાલતી 56 સ્કૂલો માટે વાલીઓને સવાર કે બપોરની પાળી પસંદ કરવાનો અલગથી વિકલ્પ પણ મળશે. વાલીએ જે સ્કૂલ પસંદ કરી હશે અને જ્યાં પ્રવેશ મળશે, ત્યાં જ એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે.

ફોર્મ કેવી રીતે ભરવું?

આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે. વાલીઓએ 4 એપ્રિલ 2026થી લઈને 17 એપ્રિલ 2026 સુધીમાં સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરીને પ્રિન્ટ કાઢી લેવી અને પોતાની પાસે જ સાચવી રાખવી. આ પ્રિન્ટ ક્યાંય જમા કરાવવા જવાની જરૂર નથી. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન રહેવાની શક્યતા હોવાથી વહેલી તકે ફોર્મ ભરી દેવું હિતાવહ છે.

ઉંમર અને આવકની મર્યાદા શું છે?

ઉંમર: બાળકે 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. સાદી ભાષામાં કહીએ તો, બાળકની જન્મ તારીખ 2 જૂન 2019થી 1 જૂન 2020ની વચ્ચે હોવી ફરજિયાત છે.

આવક: પરિવારની વાર્ષિક આવક મહત્તમ 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ માટે 1 એપ્રિલ 2023 પછીનો આવકનો દાખલો રજૂ કરવો પડશે.

ખોટી આવક દર્શાવનાર વાલીઓ થઈ જજો સાવધાન!

અમદાવાદના DEO રોહિત ચૌધરીએ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે, ઘણા વાલીઓ ઇન્કમટેક્સ રિટર્નની સાચી માહિતી છુપાવીને ફોર્મ ભરે છે. જો પાછળથી કોઈ પુરાવા સાથે ફરિયાદ મળશે અને સાબિત થશે કે આવક 6 લાખ કરતાં વધુ છે, તો બાળકનું એડમિશન તાત્કાલિક રદ કરી દેવાશે. એટલું જ નહીં, આવા વાલીઓ સામે છેતરપિંડીનો ફોજદારી ગુનો (FIR) દાખલ કરવામાં આવશે.

આ વર્ષે એડમિશનના અગ્રતાક્રમમાં થયો મોટો ફેરફાર

સરકારે પ્રવેશ માટે 13 અલગ-અલગ કેટેગરી નક્કી કરી છે. ગત વર્ષે આંગણવાડીમાં ભણતા બાળકો 9માં ક્રમે હતા, પરંતુ આ વખતે તેમને 12માં ક્રમે (EWS થી પણ પાછળ) ધકેલી દેવાયા છે. ગત વર્ષે 34,000 આંગણવાડીના બાળકોએ ફોર્મ ભર્યા હતા અને ફરિયાદ ઉઠી હતી કે લોકો આંગણવાડીમાં ન ભણતા હોવા છતાં ખોટા દાખલા રજૂ કરીને પ્રવેશ મેળવી લે છે. આ કારણોસર આ વખતે નિયમો કડક કરાયા છે.

જાણો 13 કેટેગરીનું Priority List (આ જ ક્રમમાં એડમિશન મળશે):

અનાથ બાળકો

સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો

બાલગૃહના બાળકો

બાળ મજૂર / સ્થાનાંતરીત મજૂરના બાળકો

દિવ્યાંગ બાળકો (મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી વગેરે)

ART (એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી) ટ્રીટમેન્ટ લેતા બાળકો

શહીદ થયેલ લશ્કરી/પોલીસ જવાનના બાળકો

માતા-પિતાને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય

BPL કુટુંબના બાળકો (SC-ST, SEBC, General સહિત)

SC/ST કેટેગરીના બાળકો

SEBC / EWS / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો

રાજ્ય સરકારની આંગણવાડીમાં ભણતા બાળકો

સામાન્ય (General/બિનઅનામત) કેટેગરીના બાળકો

ફોર્મ ભરતી વખતે આ ડૉક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર રાખવા:

બાળકનું આધારકાર્ડ (નામ એક જ લાઈનમાં હોવું જોઈએ).

બાળકનો જન્મનો દાખલો (નામનો સ્પેલિંગ આધારકાર્ડ સાથે મેચ થવો જરૂરી છે).

માતા-પિતાનું આધારકાર્ડ.

રહેઠાણનો પુરાવો (આના આધારે જ ઘરથી 6 કિ.મી. ની અંદરની શાળાઓ પસંદ કરી શકાશે).

આવકનો દાખલો (1 એપ્રિલ 2023 પછીનો).

બાળકના નામની બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો.

જાતિનો દાખલો અને BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો).

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

RTE એક્ટ હેઠળ ગુજરાતમાં ધોરણ 1 માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

RTE એક્ટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026 છે. વાલીઓએ 4 એપ્રિલથી 17 એપ્રિલ 2026 સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે.

RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ?

ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકે 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. તેનો અર્થ એ છે કે બાળકની જન્મ તારીખ 2 જૂન 2019 થી 1 જૂન 2020 ની વચ્ચે હોવી જોઈએ.

RTE હેઠળ પ્રવેશ માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?

RTE હેઠળ પ્રવેશ માટે પરિવારની વાર્ષિક આવક મહત્તમ 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. પ્રવેશ માટે 1 એપ્રિલ 2023 પછીનો આવકનો દાખલો રજૂ કરવો પડશે.

જો વાલી ખોટી આવક દર્શાવશે તો શું કાર્યવાહી થશે?

જો વાલી ખોટો આવકનો દાખલો રજૂ કરશે અને તે સાબિત થશે, તો બાળકનું એડમિશન રદ કરવામાં આવશે. આવા વાલીઓ સામે છેતરપિંડીનો ફોજદારી ગુનો (FIR) પણ દાખલ કરવામાં આવશે.

RTE પ્રવેશ માટે અગ્રતાક્રમમાં શું ફેરફાર થયો છે?

આ વર્ષે પ્રવેશના અગ્રતાક્રમમાં ફેરફાર થયો છે, જેમાં રાજ્ય સરકારની આંગણવાડીમાં ભણતા બાળકોને 12માં ક્રમે ધકેલી દેવાયા છે. આ ફેરફાર ખોટા દાખલા રજૂ કરીને પ્રવેશ મેળવતા અટકાવવા માટે કરાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget