શોધખોળ કરો

India Post Recruitment 2024: 10 પાસ માટે 44228 પદો પર બહાર પડી ભરતી, આજથી કરી શકશો અરજી

India Post Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટે જીડીએસની બમ્પર પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે.

India Post GDS Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટે જીડીએસની બમ્પર પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ એપ્લિકેશન લિંક એક્ટિવ થતાંની સાથે જ અરજી કરી શકે છે. રજિસ્ટ્રેશન આજથી એટલે કે સોમવાર, જુલાઈ 15, 2024 થી શરૂ થવાની છે. આ માટે તમારે ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. અરજીઓ પણ અહીંથી કરવામાં આવશે અને તમને સર્કિલ વાઇઝ વેકેન્સીની સંપૂર્ણ વિગતો પણ અહીંથી જાણવા મળશે.

આ વેબસાઇટની જાણકારી નોટ કરી લો

ઇન્ડિયા પોસ્ટ GDS પોસ્ટ્સ માટે અરજી કરવા માટે આ વેબસાઇટની મુલાકાત લો - indiapostgdsonline.gov.in. અમે નીચે તેની લિંક પણ શેર કરી છે જ્યાંથી તમે બધી માહિતી મેળવી શકો છો અને ફોર્મ પણ ભરી શકો છો.

આટલી બધી જગ્યાઓ ભરવામાં આવશે

થોડા સમય પહેલા ઈન્ડિયા પોસ્ટે ટૂંકી નોટિસ જાહેર કરી હતી. તે સમયે અંદાજ હતો કે આ ભરતી પ્રક્રિયા દ્વારા લગભગ 35 હજાર પોસ્ટ ભરવામાં આવશે. વાસ્તવિક સંખ્યા આના કરતા વધારે છે. ઈન્ડિયા પોસ્ટની GDS ભરતી દ્વારા 44288 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, પંજાબ, યુપી, ઉત્તરાખંડ, એમપી, રાજસ્થાન, ઝારખંડ વગેરે માટે છે.

કોણ અરજી કરી શકે છે

જે ઉમેદવારો માન્ય બોર્ડમાંથી 10મું પાસ કર્યું છે તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. વય મર્યાદા 18 થી 40 વર્ષ છે. તમે જે પ્રદેશ માટે અરજી કરી રહ્યા છો તેની ભાષાનું જ્ઞાન જરૂરી છે. આ સાથે સાઈકલ ચલાવતા પણ આવડવું જોઇએ. ધોરણ 10માં અંગ્રેજી અને ગણિત વિષય ફરજિયાત છે. આ પોસ્ટ્સ ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની છે.

છેલ્લી તારીખ કઇ છે

આ જગ્યાઓ માટે અરજી આજથી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5મી ઓગસ્ટ 2024 છે. આ તારીખ પહેલા અરજી કરો. આ તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.

આ પોસ્ટ્સની બીજી ખાસ વાત એ છે કે પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની જરૂર નથી. ઉમેદવારોની પસંદગી માત્ર મેરિટના આધારે કરવામાં આવશે. 10માં માર્કસના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.

તમને કેટલો પગાર મળશે?

જો પસંદ કરવામાં આવે તો પોસ્ટ પ્રમાણે પગાર બદલાય છે. ઉદાહરણ તરીકે પોસ્ટ ઓફિસ GDS, ABPM અને GDS પોસ્ટ્સનો પગાર દર મહિને 10,000 થી 24470 રૂપિયા સુધીનો છે. જ્યારે BPM પોસ્ટનો પગાર 12 હજાર રૂપિયાથી 29,380 રૂપિયા સુધીનો છે. આ વિશે કોઈપણ અપડેટ અથવા વિગતવાર માહિતી મેળવવા માટે સમય સમય પર સત્તાવાર વેબસાઇટ તપાસતા રહો.

અરજી કરવા માટે અહી ક્લિક કરો

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Embed widget