શોધખોળ કરો

NEET UG Re-Exam: રી-એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર; આ ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ

21 જૂને લેવાશે પરીક્ષા, વિદ્યાર્થીઓ NTA ની સત્તાવાર વેબસાઈટ પરથી હોલ ટિકિટ કરી શકશે ડાઉનલોડ, પરીક્ષાના સમય અને નિયમોમાં પણ થયા છે કેટલાક મોટા ફેરફારો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NEET UG 2026 પુનઃપરીક્ષાના એડમિટ કાર્ડ NTA દ્વારા બહાર પડ્યા.
  • વિદ્યાર્થીઓ NTA વેબસાઇટ પરથી લૉગિન કરીને કાર્ડ ડાઉનલોડ કરો.
  • પરીક્ષા બપોરે 2 થી 5:15; કેન્દ્ર પ્રવેશ 1:30 વાગ્યે બંધ.
  • પરીક્ષાનો સમય 195 મિનિટ કરાયો, રફ પેજ પણ અપાશે.

neet ug 2026 re exam admit card: મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET UG 2026 ની પુનઃપરીક્ષા (Re-Exam) આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 21 જૂનના રોજ લેવાનાર આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ NTA ની વેબસાઇટ neet.nta.nic.in પર જઈને પોતાની લોગિન ડિટેલ્સ નાખીને આસાનીથી પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ વખતની પરીક્ષાના સમય અને પ્રશ્નપત્રમાં કેટલાક ખાસ ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જતા પહેલા ખાસ જાણી લેવા જોઈએ.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો?

જો તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ. ત્યાં હોમપેજ પર જ તમને 'NEET UG Re-Exam 2026 Admit Card' ની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો. હવે તેમાં તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સિક્યોરિટી પિન નાખો. આટલું કરીને લોગ-ઈન કરશો એટલે તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેમાં આપેલી તમામ માહિતી બરાબર ચેક કરી લો અને અંતે તેને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી લો.

એડમિટ કાર્ડમાં કઈ-કઈ માહિતી હશે?

તમે જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરશો તેમાં તમારું નામ, રોલ નંબર અને જન્મ તારીખ જેવી પાયાની માહિતી હશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રનું પૂરું સરનામું પણ આપેલું હશે જેથી તમને સેન્ટર શોધવામાં તકલીફ ન પડે. ખાસ કરીને તેમાં 'રિપોર્ટિંગ ટાઈમ' લખેલો હશે, જેનું પાલન કરવું ફરજિયાત છે. પરીક્ષાના દિવસે કોઈ અફરાતફરી ન થાય તે માટે એડમિટ કાર્ડમાં આપેલી તમામ સૂચનાઓ અગાઉથી જ બરાબર વાંચી લેવી હિતાવહ છે. રિફંડ સંબંધિત કોઈપણ સમસ્યા ટાળવા માટે NTA એ વિદ્યાર્થીઓને બેંક ખાતાની વિગતો પણ ચકાસી લેવા સલાહ આપી છે.

આ પણ વાંચોઃ NEET કૌભાંડનો મોટો ખુલાસો: પેપર લીક કેસમાં ભાજપ નેતા અને તેનો ભાઈ માસ્ટરમાઇન્ડ નીકળ્યા

શું છે પરીક્ષાનું ટાઈમ-ટેબલ?

પરીક્ષા આપવા જતા ઉમેદવારોએ સમયનું ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષા કેન્દ્ર પર સવારે 11:00 વાગ્યાથી જ એન્ટ્રી મળવાની શરૂ થઈ જશે. બપોરે 1:30 વાગ્યે સેન્ટરના દરવાજા બંધ કરી દેવામાં આવશે. બપોરે 1:40 પછી કોઈપણ સંજોગોમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5:15 વાગ્યા સુધી લેવાશે.

આ વખતે પરીક્ષામાં કરાયા છે આ મોટા ફેરફાર

વિદ્યાર્થીઓની સુવિધા માટે NTA એ આ વખતે પરીક્ષાની પેટર્નમાં કેટલાક સારા ફેરફારો કર્યા છે. હવે વિદ્યાર્થીઓને પેપર પૂરું કરવા માટે પહેલા કરતા વધુ સમય મળશે. પરીક્ષાનો કુલ સમય વધારીને 195 મિનિટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગણતરી કે રફ કામ કરવા માટે પ્રશ્નપત્રમાં જ 4 કોરા પેજ આપવામાં આવશે. આ પેજમાંથી 2 શરૂઆતમાં અને 2 પેપરના અંતમાં હશે, જેથી વિદ્યાર્થીઓને રફ કામ કરવામાં સરળતા રહે.

આ પણ વાંચોઃ 14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

NEET UG 2026 ની પુનઃપરીક્ષાના એડમિટ કાર્ડ ક્યારે જાહેર થયા છે?

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 21 જૂનના રોજ લેવાનાર NEET UG 2026 પુનઃપરીક્ષા માટેના એડમિટ કાર્ડ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે.

NEET UG 2026 પુનઃપરીક્ષાનું એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય?

વિદ્યાર્થીઓ NTA ની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને લોગિન ડિટેલ્સ (એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, સિક્યોરિટી પિન) નાખીને ડાઉનલોડ કરી શકે છે.

NEET UG પુનઃપરીક્ષા 2026 ના સમયપત્રક શું છે?

પરીક્ષા કેન્દ્ર પર સવારે 11:00 વાગ્યાથી એન્ટ્રી શરૂ થશે અને બપોરે 1:30 વાગ્યે દરવાજા બંધ થશે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે.

NEET UG 2026 પુનઃપરીક્ષામાં કયા મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે?

આ વખતે પરીક્ષાનો કુલ સમય 195 મિનિટ કરાયો છે. ગણતરી માટે પ્રશ્નપત્રમાં જ 4 કોરા પેજ (2 શરૂઆતમાં અને 2 અંતમાં) આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Jobs: જલદી નોકરી જોઇએ તો ધો-10 પછી કરી લો આ ડિપ્લોમાં કોર્સ, નાની ઉંમરે સેટ થઈ જશે કેરિયર
Jobs: જલદી નોકરી જોઇએ તો ધો-10 પછી કરી લો આ ડિપ્લોમાં કોર્સ, નાની ઉંમરે સેટ થઈ જશે કેરિયર
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Embed widget