શોધખોળ કરો

Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા

Crime News: રાજકોટ-ગોંડલમાં હત્યાની બે ઘટનાઓથી ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં પાનના ગલ્લે થયેલી નજીવી બોલચાલમાં યુવકની છરીના તીક્ષ્ણ ઘા કરીને હત્યા કરી દેવાઇ તો ગોંડલમાં દુકાનદારનો મૃતદેહ લોહીલોહાણ હાલતમાં મળતાં ચકચાર મચી ગઇ છે.

Crime News:રાજકોટ અને ગોંડલમાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં પાનના ગલ્લા પાસે થયેલી બોલાચાલીમાં જયેશ ચાવડા નામના યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બીજી તરફ, ગોંડલમાં મહાવીર ટ્રેડર્સના માલિક ભરતસિંહ ડાભીની દુકાનમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. બંને ઘટનાઓને પગલે પોલીસ તપાસમાં લાગી છે.

રાજકોટમાં પાનના ગલ્લા પાસેની બોલાચાલીમાં યુવકની હત્યા

રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. પાનના ગલ્લા પાસે ઉભેલા કેટલાક યુવાનો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન જયેશ ચાવડા નામના યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જયેશને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. હત્યાની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ગોંડલમાં તેલના વેપારીની દુકાનમાં જ હત્યા

બીજી તરફ, ગોંડલમાં તેલના વેપારીની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. ગોંડલના મહાવીર ટ્રેડર્સના માલિક ભરતસિંહ ડાભીની તેમની જ દુકાનમાં હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ વેપારીના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, રાત્રે 11:30 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેતા આસપાસના પાડોશીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતાં દુકાનમાંથી ભરતસિંહ ડાભીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં મૃતકનું બાઈક પણ દુકાનમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક આશંકા મુજબ લૂંટના ઇરાદે વેપારીની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

એક જ વિસ્તારમાં બે હત્યાની ઘટનાઓથી ભયનો માહોલ

રાજકોટ શહેર અને ગોંડલમાં બનેલી હત્યાની આ બંને ઘટનાઓને પગલે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ યુવકની હત્યાનો મામલો CCTV ફૂટેજના આધારે તપાસ હેઠળ છે, તો બીજી તરફ ગોંડલમાં તેલના વેપારીની હત્યા પાછળનું કારણ અને આરોપીઓની ઓળખ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
અમદાવાદમાં 25.64 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: રિવરફ્રન્ટ પર આરોપી ભાગ્યો ને ક્રાઈમ બ્રાન્ચે મારી ગોળી
અમદાવાદમાં ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: રિવરફ્રન્ટ પર આરોપી ભાગ્યો ને ક્રાઈમ બ્રાન્ચે મારી ગોળી
Advertisement

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Embed widget