શોધખોળ કરો

RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ

4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે; આવક છુપાવનાર વાલીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની DEO ની કડક ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૦૨૬-૨૭ માટે RTE હેઠળ ધોરણ-૧ માં પ્રવેશ જાહેરાત.
  • ૪ થી ૧૭ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે.
  • વાર્ષિક ૬ લાખ સુધીની આવક ધરાવતા પરિવારો અરજી કરી શકશે.
  • ખોટી આવક દર્શાવનાર સામે ફોજદારી ગુનો દાખલ થશે.

ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં મફત પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ આગામી 4 એપ્રિલથી 17 એપ્રિલ 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. માત્ર અમદાવાદમાં જ 14,000 થી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળશે. આ વર્ષે મહત્તમ 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો જ અરજી કરી શકશે. આ મામલે શિક્ષણ વિભાગે લાલ આંખ કરતા DEO રોહિત ચૌધરીએ ચેતવણી આપી છે કે, જો કોઈ વાલી ખોટી આવક દર્શાવશે તો બાળકનો પ્રવેશ રદ કરી તેમની સામે સીધો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.

ફોર્મ ક્યારે અને ક્યાં ભરવું?

આખી પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન જ રાખવામાં આવી છે. વાલીઓએ 4 એપ્રિલ 2026 (શનિવાર) થી લઈને 17 એપ્રિલ 2026 (શુક્રવાર) સુધીમાં આરટીઈની સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને માત્ર પોતાની પાસે સાચવી રાખવાની છે, તેને ક્યાંય જમા કરાવવા જવાની જરૂર નથી. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવાની સમસ્યાથી બચવા વાલીઓએ વહેલી તકે ફોર્મ ભરી દેવું હિતાવહ છે.

બાળકની ઉંમર અને આવક મર્યાદાના નિયમો

RTE માં પ્રવેશ મેળવવા માટે બાળકે 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. સાદી ભાષામાં સમજીએ તો, બાળકની જન્મ તારીખ 2 જૂન 2019 થી 1 જૂન 2020 ની વચ્ચે હોવી ફરજિયાત છે. આ ઉપરાંત, વાલીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ અને આ માટે 1-4-2023 પછી કઢાવેલો આવકનો દાખલો રજૂ કરવો પડશે.

ખોટી આવક દર્શાવનાર વાલીઓ સાવધાન!

અમદાવાદના DEO રોહિત ચૌધરીએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, કેટલાક વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પોતાના ઇન્કમટેક્સ રિટર્નની સાચી માહિતી છુપાવે છે. જો પાછળથી પુરાવા સાથે એવી ફરિયાદ મળે કે વાલીની આવક 6 લાખ કરતાં વધુ છે, તો તેવા બાળકની એડમિશન તાત્કાલિક રદ કરી દેવાશે. એટલું જ નહીં, આવા વાલીઓ સામે છેતરપિંડીનો ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે. જેથી વાલીઓને ખાસ વિનંતી છે કે બધી જ વિગતો સાચેસાચી ચકાસીને જ ફોર્મમાં ભરે.

ફોર્મ ભરતા પહેલા આ ડૉક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર રાખવા:

બાળકનું આધારકાર્ડ (નામ એક જ લાઈનમાં હોવું જોઈએ)

બાળકનો જન્મનો દાખલો (નામનો સ્પેલિંગ આધારકાર્ડ સાથે મેચ થવો જરૂરી છે)

માતા-પિતાનું આધારકાર્ડ

રહેઠાણનો પુરાવો (આના આધારે જ ઘરથી 6 કિ.મી. ની અંદરની શાળાઓ પસંદ કરી શકાશે)

આવકનો દાખલો (એપ્રિલ 2023 પછીનો)

બાળકના નામની બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો

જાતિનો દાખલો અને BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો)

એડમિશનમાં કોને પહેલી પ્રાથમિકતા મળશે? (Priority List)

સરકારે પ્રવેશ ફાળવવા માટે કુલ 13 અલગ-અલગ કેટેગરી નક્કી કરી છે. જેમાં ક્રમશઃ નીચે મુજબ અગ્રતા અપાશે:
1. અનાથ બાળકો
2. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો
3. બાલગૃહના બાળકો
4. બાળ મજૂર
5. દિવ્યાંગ બાળકો
6. ART ટ્રીટમેન્ટ લેતા બાળકો
7. શહીદ જવાનના બાળકો
8. જેમને માત્ર એક જ સંતાન હોય અને તે દીકરી હોય
9. BPL કુટુંબના બાળકો
10. SC/ST કેટેગરીના બાળકો
11. SEBC/EWS કેટેગરીના બાળકો
12. આંગણવાડીમાં ભણતા બાળકો
13. સામાન્ય (General) કેટેગરી.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

RTE એક્ટ હેઠળ ધોરણ-1 માં પ્રવેશ માટે અરજી ક્યારે કરી શકાય?

RTE એક્ટ હેઠળ ધોરણ-1 માં પ્રવેશ માટે વાલીઓ 4 એપ્રિલ 2026 થી 17 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

RTE પ્રવેશ માટે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ?

RTE પ્રવેશ માટે બાળકની ઉંમર 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ, એટલે કે જન્મ તારીખ 2 જૂન 2019 થી 1 જૂન 2020 ની વચ્ચે હોવી જોઈએ.

RTE પ્રવેશ માટે વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?

RTE પ્રવેશ માટે વાલીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ અને આ માટે 1-4-2023 પછીનો આવકનો દાખલો રજૂ કરવો પડશે.

RTE પ્રવેશ માટે કયા દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે?

RTE પ્રવેશ માટે બાળક અને માતા-પિતાના આધારકાર્ડ, જન્મનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુક અને બાળકના ફોટો જેવા દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે.

ટોપ સ્ટોરી

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
Embed widget