School Closed in UP: ભાજપ શાસિત આ રાજ્યમાં કોરોનાનો કહેર, 30 જાન્યુઆરી સુધી બંધ રહેશે તમામ સ્કૂલ
School Closed in UP: કોરોનાના મામલા વધતાં ઉત્તરપ્રદેશ સરકારે 30 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે.
School Closed in UP: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. આ સંખ્યા હવે 10 હજારને પાર કરી ગઈ છે. તેને જોતા યુપી સરકારે રાજ્યની તમામ શાળાઓને 30 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે
રાજ્ય સરકારે ફરી એકવાર કડક પગલાં લઈને 30 જાન્યુઆરી સુધી તમામ શાળાઓ બંધ કરી દીધી છે, પરંતુ બાળકોના શિક્ષણને કોઈ નુકસાન ન થાય તે માટે ઓનલાઈન વર્ગો ચાલુ રાખવામાં આવશે., અગાઉ સરકારે 23 જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ સાથે લખનૌ યુનિવર્સિટીએ 15 થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાનારી તમામ સેમેસ્ટર પરીક્ષાઓ રદ કરી દીધી હતી અને નેશનલ પીજી કોલેજ લખનૌએ પણ કોરોનાવાયરસને કારણે 17 થી 31 જાન્યુઆરી, 2022 વચ્ચે યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી હતી.
#COVID19 | All educational institutions to remain closed in the state till January 30, 2022; online classes to continue: Uttar Pradesh Govt pic.twitter.com/9UQqUG7Gst
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2022
ઉત્તર પ્રદેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,142 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં 95,866 એક્ટિવ કેસ. કુલ એક્ટિવ કેસમાંથી 93078 લોકો હોમ આઈસોલેશનમાં છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કુલ એક્ટિવ કેસમાંથી દોઢ ટકાથી ઓછા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 17 લાખ 97 હજાર 728 થઈ ગઈ છે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,37,704, નવા કેસ નોંધાયા છે અને 488 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,42,676 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 9550 કેસ ઓછા નોંધાયા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,13,365 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.22 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 10,050 થયા છે.
- કુલ એક્ટિવ કેસઃ 21,13,365
- કુલ ડિસ્ચાર્જઃ 3,63,01,482
- કુલ મૃત્યુઆંકઃ 4,88,884
- કુલ રસીકરણઃ 161,16,60,078 (જેમાંથી ગઈકાલે 67,49,746 ડોઝ આપવામાં આવ્યા હતા.)
Education Loan Information:
Calculate Education Loan EMI