શોધખોળ કરો

JOB: 10 પાસ યુવાનો માટે નોકરીની સુવર્ણ તક: રેલ્વેમાં 2800થી વધુ જગ્યાઓ માટે ભરતી

સાઉથ સેન્ટ્રલ રેલ્વેએ 2801 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરી છે, જેના માટે 10મું ધોરણ પાસ કરેલ અથવા ITI પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો 11 એપ્રિલ, 2026 સુધી અરજી કરી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની 2801 જગ્યાઓ પર ભરતી.
  • 10મું અને ITI પાસ થયેલા યુવાનો 11 એપ્રિલ સુધી અરજી કરી શકે.
  • પસંદગી મેરિટના આધારે, લેખિત પરીક્ષા લેવાશે નહીં.
  • 100 રૂપિયા ફી સાથે ઓનલાઇન અરજી પ્રક્રિયા ચાલી રહી છે.

Railway Recruitment: દક્ષિણ મધ્ય રેલવે (South Central Railway) એ એપ્રેન્ટિસની હજારો જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. આ તક ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ 10મું પાસ છે અને ITI પૂર્ણ કરી ચૂક્યા છે. આ ભરતી દ્વારા કુલ 2,801 પદો ભરવામાં આવશે, જેનાથી મોટી સંખ્યામાં યુવાનોને રોજગારીની તક મળી શકે છે. ઉમેદવારો અહીં જણાવેલ પદ્ધતિ દ્વારા અરજી કરી શકે છે.

આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ ગઈ છે અને ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા પોતાનું ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. આથી, જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય, તેમણે સમય મર્યાદામાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

કોણ અરજી કરી શકે?

આ ભરતીમાં અરજી કરવા માટે કેટલીક જરૂરી શરતો રાખવામાં આવી છે:

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે 10મું પાસ હોવો જોઈએ.

  • ટેકનિકલ લાયકાત: સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે, જે NCVT અથવા SCVT માન્ય સંસ્થામાંથી હોવું જોઈએ.

  • વય મર્યાદા: ઉમેદવારની લઘુત્તમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદાની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 11 એપ્રિલ 2026 ના આધારે કરવામાં આવશે.

 

પરીક્ષા વગર થશે પસંદગી

આ ભરતીની સૌથી ખાસ વાત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. મેરિટ લિસ્ટ 10માં ધોરણ અને ITI ના ગુણની સરેરાશના આધારે તૈયાર કરવામાં આવશે. બંનેના ગુણને સમાન મહત્વ આપવામાં આવશે. એટલે કે જે ઉમેદવારોના ગુણ સારા હશે, તેમની પસંદગીની શક્યતા વધુ રહેશે.

અરજી ફી કેટલી છે?

આ ભરતી માટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. ઉમેદવારોએ આ ફી ઓનલાઇન માધ્યમથી જમા કરાવવાની રહેશે. આ માટે નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા UPI જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. ફી જમા કરતી વખતે ઉમેદવારોએ પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને અરજી નંબર દાખલ કરવાનો રહેશે.

કેવી રીતે અરજી કરવી?

  1. અરજી કરવા માટે ઉમેદવારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ પર જવું.

  2. ત્યારબાદ ઉમેદવારે ભરતી સાથે જોડાયેલી લિંક ઓપન કરવી.

  3. કેન્ડિડેટ્સે ત્યારબાદ પોતાની વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરવું.

  4. હવે ઉમેદવારે જરૂરી દસ્તાવેજો (Documents) અપલોડ કરવા.

  5. ત્યારબાદ અરજી ફી જમા કરવી.

  6. હવે ઉમેદવારે અરજી ફોર્મ સબમિટ કરવું.

  7. અંતમાં, ઉમેદવારે અરજી ફોર્મની એક નકલ (Copy) પોતાની પાસે જરૂર રાખવી.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Indian Army Result 2026: આર્મી અગ્નિવીર ભરતીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ
Indian Army Result 2026: આર્મી અગ્નિવીર ભરતીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ
MeitY Recruitment 2026: કેન્દ્ર સરકારમાં વૈજ્ઞાનિક બનવાની તક, 20 જગ્યાઓ પર ભરતીની જાહેર
MeitY Recruitment 2026: કેન્દ્ર સરકારમાં વૈજ્ઞાનિક બનવાની તક, 20 જગ્યાઓ પર ભરતીની જાહેર
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
Embed widget