(Source: ECI/ABP News/ABP Majha)
IBPS PO 2023: રજિસ્ટ્રેશન લિંક એક્ટિવ, આજથી કરો અરજી, 3000થી વધુ પદ પર કરાશે ભરતી
IBPS PO 2023 Registration: આ ભરતી માટેની નોંધણી આજથી એટલે કે 1લી ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ 2023 છે.
IBPS PO 2023 Registration Begins: બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાએ IBPS PO 2023 (CRP – XII PO/MT) માટે નોંધણી શરૂ કરી છે. જે ઉમેદવારો આ અંતર્ગત પોસ્ટ માટે અરજી કરવા માગે છે, તેઓ પોર્ટલ પર જઈને ફોર્મ ભરી શકે છે. આ કરવા માટે, IBPS ની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – ibps.in. આ ભરતીઓ માટેની નોંધણી આજથી એટલે કે 1લી ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ 2023 છે.
આટલી જગ્યાઓ ભરવામાં આવશે
IBPS બેંકિંગ ક્ષેત્રમાં પ્રવેશવા માટે દર વર્ષે આ પરીક્ષાનું આયોજન કરે છે. તે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવે છે. આ વખતે પરીક્ષામાં 11 બેંકો ભાગ લઈ રહી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા આ વખતે લગભગ 3 હજાર જગ્યાઓ ભરવામાં આવશે. 3049 જગ્યાઓ પર ભરતી થશે.
પરીક્ષા ક્યારે યોજાશે
IBPS PO પ્રિલિમ્સની પરીક્ષા 23 સપ્ટેમ્બર, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2023ના રોજ લેવામાં આવશે. જ્યારે IBPS PO Mains ની પરીક્ષા 5 નવેમ્બર 2023 ના રોજ લેવામાં આવશે.
અરજીની ફી કેટલી છે
આ IBPS PO ની ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ રૂ 850 ની ફી ચૂકવવી પડશે. બીજી તરફ, SC, ST અને PWBD કેટેગરીના ઉમેદવારોએ ફી તરીકે 175 રૂપિયા ચૂકવવા પડશે. એ પણ જાણી લો કે આ અરજીઓમાં કોઈ સુધારો કરી શકાતો નથી. તેથી અરજી ફોર્મ ભરતી વખતે સાવચેત રહો અને કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. અરજી સબમિટ કરતા પહેલા, એકવાર તેને યોગ્ય રીતે તપાસો.
કોણ અરજી કરી શકે છે
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે. જો વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા 20 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.
વિગતો જાણવા અને અરજી કરવા માટે આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો
ભારતમાં આઈઆઈટીની ગણતરી દેશના સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાનોમાં થાય છે. આઈઆઈટીમાં એડમિશન મેળવવું એ દરેક દેશવાસીઓનું સપનું હોય છે. અને તેમાં પણ જો મફતમાં કોઈ કોર્સ કરવા મળે તો? સાંભળતા જ રાજીને રેડ થઈ જવાય. પરંતુ હવે આ સપનું ખરેખર સાકાર થવા જઈ રહ્યું છે. આઈઆઈટી જેવી સંસ્થામાંથી પણ ફ્રી કોર્સ કરી શકાય છે તે સાંભળીને ઘણા લોકો માનતા નથી. પરંતુ એ વાત સાચી છે કે દેશની વિવિધ આઈઆઈટીમાંથી ઘણી ઓનલાઈન કોર્સ ઓફર કરે છે અને તેના માટે કોઈ ફી વસૂલતી નથી. તમે તમારી ઈચ્છા અને જરૂરિયાત મુજબ કોર્સ પસંદ કરી શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI