શોધખોળ કરો

SCમાં ચૂંટણી પંચે કહ્યુ- 50 ટકા VVPATની સરખામણીથી લોકસભા ચૂંટણીના પરિણામો પાંચ દિવસ મોડા આવશે

  નવી દિલ્હીઃ વિપક્ષ પાર્ટીઓ કાઉન્ટિંગમાં ઓછામાં ઓછી 50 ટકા VVPAT સ્લીપને ઇવીએમ સાથે સરખામણી કરવાની માંગ કરતી અરજીના જવાબમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તેનાથી લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં મોડું થશે. ચૂંટણી  પંચે તેની વ્યવહારિકતા  પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ માટે મોટી સંખ્યામાં સક્ષમ સ્ટાફની જરૂર પડશે. એટલું જ નહી મોટા કાઉન્ટિંગ હોલની પણ જરૂર પડશે જેની કેટલાક રાજ્યોમાં સુવિધા નથી. વિપક્ષ પાર્ટીઓ દ્ધારા ઇવીએમ અને વીવીપેટ સ્લિપની  સરખામણી 50 ટકા સુધી વધારવાની માંગ જો માની લેવામાં આવે તો ચૂંટણીના પરિણામો આવવામાં લગભગ 5 દિવસ વધુ લાગી શકે છે. ચૂંટણી પંચે શુક્રવારે સુપ્રીમ કોર્ટને આ જાણકારી આપી હતી. વાસ્તવમાં 21 વિપક્ષ પાર્ટીના નેતાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી હતી કે એક મતદાર ક્ષેત્રમાં ઓછામાં ઓછી 50 ટકા વીવીપેટ સ્લિપની સરખામણી કરવામાં આવે જેથી ચૂંટણી  પ્રક્રિયાની શુદ્ધતા પર આંચ આવે નહીં. જેના પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને વિચાર કરવાનું કહ્યું હતું. હવે ચૂંટણી પંચે પોતાના જવાબમાં કહ્યું છે કે જો તમામ લોકસભા ક્ષેત્ર અથવા વિધાનસભા ક્ષેત્રની 50 ટકા વીવીપેટ સ્લિપની સરખામણી કરવામાં આવે તો તેની  ગણતરીમાં સમય લાગશે. જેમાં લગભગ 5 દિવસનો વધુ સમય લાગી શકે છે. એવામાં લોકસભા ચૂંટણી 2019ના પરિણામો 23 મેના બદલે 28 મેના રોજ જાહેર થઇ શકે છે. હાલમાં ઓટોમેટિક રીતે સ્લિપની સરખામણી કરવાની  રીત ઉપલબ્ધ નથી. ચૂંટણી પંચે કહ્યું કે- હાલમાં કોઇ મિકેનિકલ સિસ્ટમ નથી  કારણ કે વીવીપેટમાંથી નીકળતી સ્લિપ પર કોઇ બારકોડ લાગ્યો હોતો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget