શોધખોળ કરો

લોકસભા ચૂંટણી: પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ, 51 બેઠકો પર 62.56 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. 51 બેઠકો પર આશરે 62.56 ટકા મતદાન થયું છે.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. 51 બેઠકો પર આશરે 62.56  ટકા મતદાન થયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં 424 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રાજનાથ સિંહ સહિતના દિગ્ગ્જોનું ભાવી ઈવીએમમાં કેદ થયું છે. મતદાન માટે  સવારે 7 કલાકથી મતદાન કેંદ્ર પર લાઈનો લાગી હતી. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સૌથી વધારે ઉત્તરપ્રદેશની 14, બિહારની 5 અને જમ્મુ-કાશ્મીરની 2, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 7, રાજસ્થાનની 12 અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર મતદારો મતદાન કરશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી સહિતના દિગ્ગજોનું ભાવી કાલે ઈવીએમમાં કેદ થશે. પાંચમાં તબક્કામાં કુલ 8.76 કરોડ મતદારો 674 ઉમેદવારોના ભાવીનો ફેસલો કરશે. ચૂંટણી પંચે આ તબક્કાના મતદાન માટે 96 હજાર 88 મતદાન કેંદ્રો બનાવ્યા છે. પાંચમાં તબક્કામાં 8.76 કરોડ મતદારોમાં 4.63 કરોડ પુરૂષ છે, જ્યારે 4.13 કરોડ મહિલાઓ છે. આ તબક્કામાં 2214 થર્ડ જેન્ડર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઉત્તર પ્રદેશમાં 14 સીટો પર મોટા રાજકીય નેતાઓ વચ્ચે ટક્કર છે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ છે. અમેઠી અને રાય બરેલીમાં એસપી-બીએસપી ગઠબંધને પોતાના ઉમેદવાર નથી ઉતાર્યા અને આ બે સીટો કોંગ્રેસ માટે છાડી રાખી છે. રાજસ્થાનમાં 12 લોકસભા સીટો પર જે 134 ઉમેદવારોનું ભાગ્ય નક્કી થશે તેમાં બે પૂર્વ ઓલિમ્પિક ખેલાડી, એક પૂર્વ આઈએએસ અધિકારી અને એક પૂર્વ આઈપીએસ અધિકારી પણ સામેલ છે. રાજસ્થાનમાં રાજ્યવર્ધન રાઠોડ, કૃષ્ણા પુનિયા, અર્જુન રામ મેઘવાલ મુખ્ય ઉમેદવારો છે.

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ

કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર

418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડેપોમાં દારૂ, એસ.ટી. અમારી-જવાબદારી તમારી
Hun To Bolish | હું તો બોલીશ | મલાઈ બિલ્ડરની, મોત મજૂરની
Hun To Bolish | હું તો બોલીશ | લૂંટની એપ
માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા

ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ

8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 

ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી

Embed widget