શોધખોળ કરો
AAPએ ગંભીર વિરુદ્ધ નોંધાવ્યો ક્રિમિનલ કેસ, બે વોટર આઇડી રાખવાનો લગાવ્યો આરોપ
આપને ગંભીર વિરુદ્ધ આ મામલામાં તીસ હજારી અદાલતમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટ આ મામલામાં 1 મેના રોજ સુનાવણી કરશે.

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ શુક્રવારે દાવો કર્યો હતો કે પૂર્વી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરનું નામ મતદાર યાદીમાં બે વખત નોંધાયું છે. આપને ગંભીર વિરુદ્ધ આ મામલામાં તીસ હજારી અદાલતમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટ આ મામલામાં 1 મેના રોજ સુનાવણી કરશે. પૂર્વ દિલ્હીથી આપના ઉમેદવાર આતિશીએ કહ્યું કે, આ ગુનાહિત કેસ છે અને ગંભીરને તત્કાળ અયોગ્ય ઠેરવી દેવો જોઇએ. અમે આ મામલે ગંભીર વિરુદ્ધ તીસ હજારી કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરાવ્યો છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, ગૌતમ ગંભીરને મત આપીને પોતાનો મત વ્યર્થ ના કરો, તેમને જલદી બે વોટર આઇડી કાર્ડ રાખવાને લઇને અયોગ્ય ઠેરવી દેવામાં આવશે. તમારો મત વ્યર્થ ના કરો. આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ગંભીર પાસે રાજેન્દ્ર નગર અને કરોલ બાગના બે વોટર આઇડી છે. તેમને આ ગુના માટે એક વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. ક્રિકેટમાંથી રાજનીતિમાં આવેલા ગંભીર તરફથી આ મામલામાં કોઇ પ્રતિક્રિયા મળી નથી.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ધર્મ-જ્યોતિષ





















