શોધખોળ કરો
Advertisement
ABP News Exit Poll: રાજસ્થાનની જનતા ઈતિહાસ જાળવશે ? જાણો કોને મળશે કેટલી બેઠકો ?
નવી દિલ્હી: નવી દિલ્હીઃ રાજસ્થાન, તેલંગણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમની વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ તમામ રાજ્યોના મતદાનની શરૂઆત 12 નવેમ્બરના રોજ છત્તીસગઢથી થઇ હતી. તમામ રાજ્યોના પરિણામ અગાઉ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે.
એબીપી ન્યૂઝ-લોકનીતિ સીએસડીએસના એક્ઝિટ પોલ અનુસાર, 200 બેઠકો ધરાવતી રાજસ્થાન વિધાનસભામાં કૉંગ્રેસને 101 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપ 83 બેઠકો જીતી શકે તેવી શક્યકા છે. જ્યારે અન્યના ખાતામાં 15 બેઠકો મળવાની શક્યતા છે. બહુમતનો જાદુઈ આંકડો 100 સીટ છે. અહીં વિધાનસભાની 200 બેઠકો છે, પરંતુ 199 બેઠકો પર ચૂંટણી થઈ છે. આ આંકડા 199 બેઠકો પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની જનતા દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે. આ વખતે પણ આ ઈતિહાસ જળવાઈ રહે તેવી શક્યતા છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાન થયું. રાજ્યની તમામ 200 બેઠકોમાંથી 199 બેઠકો પર 72 ટકા મતદાન થયું હતું. રાજસ્થાનમાં હાલ ભાજપની સરકાર છે અને વસુંધરા રાજે મુખ્યમંત્રી છે. રાજસ્થાનમાં 189 મહિલા ઉમેદવારો સહિત 2274 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion