શોધખોળ કરો
બૉલીવુડના આ એક્ટરે કરી રાહુલ ગાંધીની પ્રસંશા, કહ્યું- આજસુધી ક્યારેય દાદી કે પિતાના નામે વૉટ નથી માંગ્યા
કમાલ ખાનનુ ટ્વીટ એવા સમયે આવ્યુ છે જ્યારે પીએમ મોદી પુલવામાના શહીદોના નામે જાહેર સભામાં મત માગી રહ્યાં છે. કમાલ ખાનને પીએમના આવા પ્રચાર સામે પણ આપત્તિ દર્શાવી છે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે, સેલેબ્સથી લઇને ક્રિકેટર પોતાનુ સમર્થન કોઇ પક્ષ કે કોઇ નેતાને કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે બૉલીવુડનો વધુ એક એક્ટર કમાલ ખાનનું ટ્વીટ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. કમાલ ખાને ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હું પ્રસંશા કરુ છું. બૉલીવુડ એક્ટર અને પ્રૉડ્યૂસર કમાલ ખાને રાહુલ ગાંધીની પ્રસંશા કરતા એક ટ્વીટ કર્યુ, લખ્યુ કે, "આ વાતને લઇને હું રાહુલ ગાંધીની પ્રસંશા કરુ છુ કે 38 ગોળીઓથી છેદાયેલા દાદી અને ટુકડામાં કપાયેલા પિતાના મૃતદેહને જોઇને પણ, હિંમત ના હારનારા રાહુલે, આજસુધી ક્યારેય દાદી અને પિતાના નામે વૉટ નથી માંગ્યા."
ઉલ્લેખનીય છે કે, કમાલ ખાનનુ ટ્વીટ એવા સમયે આવ્યુ છે જ્યારે પીએમ મોદી પુલવામાના શહીદોના નામે જાહેર સભામાં મત માગી રહ્યાં છે. કમાલ ખાનને પીએમના આવા પ્રચાર સામે પણ આપત્તિ દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, કમાલ ખાનનુ ટ્વીટ એવા સમયે આવ્યુ છે જ્યારે પીએમ મોદી પુલવામાના શહીદોના નામે જાહેર સભામાં મત માગી રહ્યાં છે. કમાલ ખાનને પીએમના આવા પ્રચાર સામે પણ આપત્તિ દર્શાવી છે. इस बात के लिए मैं राहुल गांधी की प्रशंसा करता हूँ, कि 38 गोलियों से छन्नी हुयी दादी और टुकड़ों में कटे बाप का शव देखकर भी, हिम्मत ना हारने वाले राहुल ने, आजतक कभी दादी और पिता के नाम पर वोट नहीं माँगे!???????? pic.twitter.com/MndzDvNzLJ
— KRK (@kamaalrkhan) April 15, 2019
વધુ વાંચો





















