શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમેઠીમાં પ્રિયંકા ગાંધીનો હુંકાર, કહ્યું- આ વખતે ભાઈ રાહુલ જ બનશે પ્રધાનમંત્રી
અમેઠી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અમેઠી પહોંચ્યા હતા. જ્યાં તેઓ મોટી સંખ્યામાં બૂથ અધ્યક્ષો સાથે વાત કરી હતી. પ્રિયંકાએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાંક લોકો માત્ર ચૂંટણી માટે અમેઠી આવે છે અને ચાર કલાકમાં જતા રહે છે. અમેઠી અમારું ઘર અને પરિવાર છે. પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું કે આ વખતે સમગ્ર દેશમાં પ્રચાર માટે જવાનું છે, તેથી અમેઠીમાં વધુ સમય ન આપી શકે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન આપતાં કહ્યું કે જો પાર્ટી કહેશે તો તે જરૂરથી ચૂંટણી લડશે. જો કે તેઓએ કહ્યું કે મેં હાલ આ મામલે મેં કંઈ નક્કી નથી કર્યું પરંતુ પાર્ટી કહેશે તો જરૂરથી ચૂંટણી લડીશ. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં પ્રિયંકાએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી દેશને બચાવવાની ચૂંટણી છે. આ દરમિયાન તેઓએ વડાપ્રધાન મોદી પર જોરદાર પ્રહાર કર્યાં. તેઓએ કહ્યું કે જે લોકો બ્લફ કરે છે તેઓ આરોપ લગાવે છે.Priyanka Gandhi Vadra on being asked if she will contest in #LokSabhaElections2019: I've not decided yet; If my party asks me to contest, I will definitely contest. My wish is to work for the party. pic.twitter.com/r7oQlLa1qN
— ANI UP (@ANINewsUP) March 27, 2019
પ્રિયંકાએ એમ પણ કહ્યું કે, જો કોંગ્રેસની સરકાર બની તો રાહુલ ગાંધી જ વડાપ્રધાન બનશે. પ્રિયંકાએ સ્પષ્ટતા કરી હતી કે રાહુલ જ કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર છે. રાહુલ ગાંધીની વડાપ્રધાન તરીકેની જાહેરાત તૃણમૂલ અને રાષ્ટ્રીય જનતા દળને ચૂંટણી પહેલાથી જ મંજૂર નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને રાજદના નેતા તેજસ્વી યાદવે અગાઉ સ્પષ્ટતા કરી છે કે ચૂંટણીના પરિણામ બાદ નક્કી થઈ શકે કે વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ બનશે. બીજી બાજુ કર્ણાટકના મુખ્ય મંત્રી એચ.ડી. કુમારસ્વામી અને ડીએમકેના નેતા એમ. સ્ટાલીન રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સપોર્ટ આપી ચુક્યા છે. વિપક્ષી દળોની એકતા વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે વારંવાર તુટતી જોવા મળી રહી છે.Priyanka Gandhi Vadra on UP CM saying Rahul and Priyanka remember temples only during elections: How does he know where I go and when? How does he know I don't go during non-election time? pic.twitter.com/ByY2eiklti
— ANI UP (@ANINewsUP) March 27, 2019
હેમા માલિનીની સંપત્તિમાં 5 વર્ષમાં કેટલો થયો વધારો ? અબજોપતિની લિસ્ટમાં થઈ સામેલ, જાણો વિગત
જેલની સજા કાપીને બહાર આવ્યો આ જાણીતો કોમેડિયન, કહ્યું-લોકોએ મારા ભરોસાનો દુરુપયોગ કર્યો
આ એક્ટ્રેસ આજે જોડાઈ કોંગ્રેસમાં, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી
ગુજરાતમાં ભાજપે એક સામટા ત્રણ સાંસદોના પત્તા કાપ્યા, કયા નવા ચહેરાઓને મળી ટિકિટ? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion