શોધખોળ કરો
Advertisement
ઘૂસણખોરોને બહાર કરીશુ, હિન્દુ અને બૌદ્ધ શરણાર્થીઓને શોધી-શોધીને નાગરિકતા આપીશુઃ અમિત શાહ
એક-એક ઘૂસણખોરોને દેશની બહાર કરવા માટે એનઆરસી લાવવી અમારી પ્રાથમિકતા છે, મમતા બેનર્જીની જેમ ઘૂસણખોરોને અમે અમારી વૉટબેન્ક નથી સમજતા, અમારા માટે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ છે. અમે નક્કી કર્યુ છે કે દરેક હિન્દુ, બૌદ્ધ અને શિખ શરણાર્થીઓને આ દેશની નાગરિકતા મળે
નવી દિલ્હીઃ ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી હવે આકરા મૂડમાં આવી ગયુ છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ નાગરિકતા (સંશોધન) વિધેયક અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રેશન (એનઆરસી)નો મુદ્દો ઉઠાવ્યો. તેમને કહ્યું કે, ઘૂસણખોરોને સહન નહીં કરવામાં આવે.
બીજેપી અધ્યક્ષે મમતાના ગઢમાં ગાબડુ પાડવાનો પ્રયાસ કર્યો, અમિત શાહે દાર્જિલિંગમાં કલિમ્પોંગમાં કહ્યું કે, ‘‘એક-એક ઘૂસણખોરોને દેશની બહાર કરવા માટે એનઆરસી લાવવી અમારી પ્રાથમિકતા છે, મમતા બેનર્જીની જેમ ઘૂસણખોરોને અમે અમારી વૉટબેન્ક નથી સમજતા, અમારા માટે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ છે. અમે નક્કી કર્યુ છે કે દરેક હિન્દુ, બૌદ્ધ અને શિખ શરણાર્થીઓને આ દેશની નાગરિકતા મળે’’
અમિત શાહે કહ્યું કે, અમે ઘૂસણખોરોને દેશની બહાર કાઢી મુકીશુ અને હિન્દુ અને બૌદ્ધ શરણાર્થીઓને શોધી શોધીને નાગરિકતા આપીશુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement