શોધખોળ કરો
Advertisement
30 માર્ચે અમિત શાહ કઈ-કઈ જગ્યાએ રોડ શો કરશે, કયા-કયા સમાજના લોકો કરશે ભવ્ય સ્વાગત, જાણો વિગત
અમદાવાદઃ ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહની ઉમેદવારીને લઈ ગુજરાત ભાજપે રોડ શો અને સ્વાગત રૂટનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ રોડ શો 18 વિધાનસભામાંથી પસાર થશે. માત્ર એટલું જ નહીં, આ દરમિયાન બે પટેલ સમાજ સહિત 18 સમાજ(17 જ્ઞાતિઓ) અમિત શાહનું સ્વાગત કરશે.
આ 18 જ્ઞાતિઓમાં ઠાકોર સમાજ, ધોબી સમાજ, જૈન સમાજ, વાણંદ સમાજ, દરજી સમાજ,પટેલ સમાજ(દરિયાપુર વિધાનસભા), ગૌસ્વામી સમાજ, મોચી સમાજ, રાજસ્થાની સમાજ, ભરવાડ સમાજ, નાયક સમાજ, પ્રજાપતિ સમાજ, પંચાલ સમાજ, કડિયા સમાજ, દેવી પૂજક સમાજ, સુથાર-મિસ્ત્રી સમાજ, રબારી સમાજ અને પટેલ સમાજ(કલોલ વિધાનસભા)નો સમાવેશ થાય છે. આ સિવાય ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારી પણ તેમાં સામેલ થશે.
આ રોડ શો નારણપુરા, વેજલપુર, સાણંદ, અમરાઈ વાડી, મણિનગર, દાણીલીમડા, એલિસબ્રિજ, વટવા, દરિયાપુર, નિકોલ, અસારવા, નરોડા, ખાડિયા, બાપુનગર, સાબરમતી, દસક્રોઈ, ઘાટલોડીયા અને કલોલ સહિત 18 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે.
અમિત શાહના રોડ શોની શરૂઆત 30 માર્ચના રોજ સવાર 8.30 વાગ્યે નારણપુરામાં આવેલ સરદાર પટેલનું બાવલું-1થી શરૂ થઈને કલોલ વિધાનસભાના પાટીદાર ચોકમાં પુરો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement