શોધખોળ કરો
Advertisement
'પીએમ મોદી મને મારી નંખાવવા માંગે છે', કેજરીવાલનો મોટો આરોપ
જવાબ આપતા કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું કે, ‘‘મારો પીએસઓ નહીં, પણ મોદીજી મને મારી નંખાવવા માંગે છે.’’
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય ગોયલને જવાબ આપતા કહ્યું કે, તેમને તેમના પર્સનલ સુરક્ષા અધિકારી નહીં, પણ મોદીજી જીવથી મારી નાખવા ઇચ્છે છે.
ગોયલે એક ટ્વીટમાં કહ્યું, ‘‘આ દુઃખદ છે કે તમે તમારા પીએસઓ પર શંક વ્યક્ત કરીને દિલ્હી પોલીસની ઇજ્જતની ધજ્જીયાં ઉડાવી દીધી છે. તમારા તમારી જાતેજ પોતાનો પીએસઓ રાખી લેવો જોઇએ અને જો તમને આ સંબંધમાં મારી કોઇ મદદ જોઇએ તો કહેજો. હું તમારી લાંબી ઉંમરની પ્રાર્થના કરુ છું.’’
આનો જવાબ આપતા કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું કે, ‘‘મારો પીએસઓ નહીં, પણ મોદીજી મને મારી નંખાવવા માંગે છે.’’
નોંધનીય છે કે, શનિવારે કેજરીવાલ દાવો કર્યો હતો કે, તેમનો પીએસઓ તેમને તે જ પ્રકારે મારી શકે છે, જેવી રીતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઇ હતી. તેમને કહ્યું હતું કે, બીજેપી તેમનો જીવ લેવા પાછળ પડી છે અને એક દિવસ તેમને મારી નંખાવશે.विजय जी, मेरी हत्या मेरा PSO नहीं, मोदी जी करवाना चाहते हैं। https://t.co/2jCwJPOca8
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 20, 2019
.@ArvindKejriwal जी, मुझे दुःख है अपने PSO पर शक करके आपने पूरी दिल्ली पुलिस को बदनाम कर दिया। अच्छा होगा अपनी पसंद का PSO ले लो, इसमें कोई मेरी मदद की जरुरत हो तो जरूर बताना। आपकी लंबी आयु की हम कामना करते हैं।
— Chowkidar Vijay Goel (@VijayGoelBJP) May 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement