શોધખોળ કરો
Advertisement
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જેનો પ્રચાર કર્યો તે કોંગ્રેસના ઉમેદવાર પણ મોદી લહેરમાં તણાયા
મિલિંદ દેવરા મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં મોટું નામ ધરાવે છે. મુંબઈ કોંગ્રેસમાં દેવરા પરિવારનો હંમેશા દબદબો રહ્યો છે.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈની તમામ 6 સીટો પર ભાજપ-શિવસેનાની જીત થઈ છે. દેશમાં ફરી એકવાર મોદી લહેરમાં કોંગ્રેસના સુંપડા સાફ થઈ ગયા છે. મોદી લહેરમાં એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી દેવરાના પુત્ર મિલિંદ દેવરાની પણ કારમી હાર થઈ છે.
મિલિંદ દેવરા મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં મોટું નામ ધરાવે છે. મુંબઈ કોંગ્રેસમાં દેવરા પરિવારનો હંમેશા દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે તેમને મોદી લહેર નડી ગઈ. દક્ષિણ મુંબઈ બેઠક પરથી દેવરાનો શિવસેનાના અરવિંદ સાવંત સામે હારનો સામો કરવો પડ્યો છે.
મહત્વની વાત એ છે કે, મિલિંદ દેવરા માટે દેશના સૌથી જાણીતા અને ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ પ્રચાર કર્યો હતો. તેમ છતાંયે મિલિંદ દેવરા પોતાની બેઠક બચાવી શક્યા નહોતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement