શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી 2019: આજે જાહેર થઈ શકે છે BJPના ઉમેદવારોની પહેલી યાદી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોના નામ નક્કી કરવા ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગઈ કાલે મોડી રાત સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આ બેઠકમાં બિહાર, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, તેલંગણા, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના સાત રાજ્યોની બેઠકો માટે ચર્ચા થઈ હતી.
જોકે તેમાં યુપીને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી નહતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ યુપીના કોર ગ્રુપ સાથે ચૂંટણી અંગે ચર્ચા કરી શકે છે. ભાજપ આજે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરે તેવી શક્યતા છે.
જોકે તેમાં યુપીને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી નહતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ યુપીના કોર ગ્રુપ સાથે ચૂંટણી અંગે ચર્ચા કરી શકે છે. ભાજપ આજે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ, કેટલાક સંભવિત નામો નક્કી કરવામાં આવ્યા છે જેમને પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. પટણા સાહિબથી આ વખતે ભાજપ શત્રુઘ્ન સિન્હાની જગ્યાએ રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારી શકે છે. જ્યારે બિહારની ભાગલપુરની બેઠક જેડીયુને આપવાનો નિર્ણય લેવાયો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement