શોધખોળ કરો
અમિત શાહના નિવેદન પર ભડકી બોલીવૂડની આ એક્ટ્રેસ, કહ્યું- 'શું આ દેશ મુસલમાનોનો નથી'
લોકસભા ચૂંટણીની વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ અને બિગ બોસ વિનર ગૌહર ખાને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. એક્ટ્રેસ ગૌહર ખાને અમિત શાહના એક નિવેદનને લઈને ટ્વિટ કર્યું છે.
મુંબઈ: લોકસભા ચૂંટણીની વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ અને બિગ બોસ વિનર ગૌહર ખાને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. એક્ટ્રેસ ગૌહર ખાને અમિત શાહના એક નિવેદનને લઈને ટ્વિટ કર્યું છે. ગૌહર ખાને લખ્યું છે, આ બાબત સ્પષ્ટરીતે તેમના એજેન્ડાને દર્શાવે છે. મુસલમાન ભારતના નાગરિક નથી? પારસી ભારતીય નથી? ખ્રિસ્તી ભારતીય નથી? હું એ વાતને લઈને હેરાન છું કે તમે કેટલી સ્પષ્ટરીતે વિભાજનકારી છો? પરંતુ અમને અમારા દેશના લોકોમાં વિશ્વાસ છે. હિંદુ-મુસ્લિમ શીખ ઈસાઈ બધા ભાઈ છે.
ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલે અમિત શાહે એક રેલીમાં કહ્યું હતું કે, અમે આખા દેશમાં NRCનું કાર્ય સુનિશ્ચિત કરીશું. અમે બૌદ્ધ, હિંદુઓ અને શીખોને છોડીને દેશના દરેક ઘૂસણખોરોને હટાવી દઈશું. આ વાતને લઈને ગૌહરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ અગાઉ પણ એક્ટ્રેસે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પર ટ્વિટ દ્વારા પ્રહાર કર્યો હતો.This clearly states their agenda !!! Why @BJP4India Muslims are not citizens of india ?? Parsis are not Indians ?? Christians are not Indians ???? I’m shocked at how blatantly divisive you r ?? But we have faith in the ppl of my country ! Hindu Muslim Sikh isaai ! #brothers https://t.co/rcuiwZpjKn
— Gauahar Khan (@GAUAHAR_KHAN) April 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement