શોધખોળ કરો
હાર્દિક પટેલ માટે ખાલી રાખેલી બેઠક પર કોંગ્રેસે કોને ઉતાર્યા મેદાને? જુઓ વીડિયો
![હાર્દિક પટેલ માટે ખાલી રાખેલી બેઠક પર કોંગ્રેસે કોને ઉતાર્યા મેદાને? જુઓ વીડિયો Congress give ticket to Mulu Kandoriya for Jamnagar Loksabha seat હાર્દિક પટેલ માટે ખાલી રાખેલી બેઠક પર કોંગ્રેસે કોને ઉતાર્યા મેદાને? જુઓ વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/03090403/Hardik-Patel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી જામનગર બેઠક પરથી તેમનું લડવાનું નક્કી માનવામાં આવતું હતું. હાર્દિકે પણ ચૂંટણી લડવા માટે વિસનગર કેસમાં સજા પર સ્ટે માટે કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી દીધા પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તત્કાલ સુનાવણી પર ઇનકાર કરતાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી ગઈ છે.
બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલને કોર્ટ તરફથી રાહત મળવાની રાહ જોઈ રહેલા કોંગ્રેસે જામગનર બેઠક પરથી અંતે ઉમેદવારની જાહેરાત કરી છે. ગઈ કાલે કોંગ્રેસે ગાંધીનગર, સુરેન્દ્રનગર, જામનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારોની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ દ્વારા જામનગર બેઠક પર મુળુભાઈ કંડોરીયાને મેદાનમાં ઉતાર્યા છે. જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુળુ કંડોરીયાના નામની જાહેર થતાં સમર્થકોએ કોંગ્રેસના જયજયકારના નારા બોલાવ્યા હતા. કંડોરીયાના ઘરે શુભેચ્છકો અને પરિવારના લોકોએ એકબીજાના મોં મીઠા કરી કોંગ્રેસ જીંદાબાદના નારા લગાવ્યા હતા.
કોંગ્રેસે ભાજપના પૂનમ માડમ સામે આહીર ઉમેદવારને જ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આહીર સામે આહીરનો જંગ આ લોકસભા બેઠક પર જોવા મળશે. મળુભાઈ ગ્રેજ્યુએટ થયેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)