શોધખોળ કરો
Advertisement
‘નીચ’ વાળા નિવેદન પરના સવાલથી ભડક્યા કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા, મીડિયાકર્મીને મારી દીધો ધક્કો, જાણો વિગતે
લેખમાં ઐય્યરે કહ્યું કે દેશની જનતા કોઇપણ ભોગે 23 મે એ મોદીને સત્તામાં હટાવી દેશે. અત્યાર સુધીના સૌથી ઉટપટાંગ નિવેદનો આપનારા વડાપ્રધાનની આ ખાસ વિદાય હશે
શિમલાઃ કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા પોતાના ‘નીચ’ વાળા નિવેદનને લઇને ફરી વિવાદોમાં ફસાયા છે. મણિશંકર ઐય્યરે એક કાશ્મીરી છાપામાં લેખ લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી ‘નીચ’ ગણાવ્યા છે. કાલે એક મીડિયાકર્મીએ આ નિવેદન પર સવાલ કર્યો તો મણિશંકર ઐય્યર ભડકી ગયા, તેમને મીડિયાકર્મીને ધક્કો મારી દીધો અને ગાળો આપવા લાગ્યા હતા. વળી, મણિશંકર ઐય્યરના આ નિવેદનને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની ગાળો મારા માટે ઉપહાર છે.
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના થોડાક દિવસો પહેલા આ લેખમાં ઐય્યરે કહ્યું કે, “યાદ છે 2017 મે મોદીને શું કહ્યુ હતુ? શું મે યોગ્ય ભવિષ્યવાણી ન હતી કરી?’’ આ અપશબ્દને ફરીથી કહેતા ઐય્યરે કહ્યું કે, ‘‘દેશની જનતા કોઇપણ ભોગે 23 મે એ મોદીને સત્તામાં હટાવી દેશે. અત્યાર સુધીના સૌથી ઉટપટાંગ નિવેદનો આપનારા વડાપ્રધાનની આ ખાસ વિદાય હશે.”
‘રાઇઝિંગ કાશ્મીર’ તથા ‘ધ પ્રિન્ટ’માં પ્રકાશિત આ લેખની કોંગ્રેસ અને બીજેપી બન્નેએ નિંદા કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion