શોધખોળ કરો
Advertisement
ડાન્સર સપના ચૌધરી આજે જોડાશે બીજેપીમાં, મનોજ તિવારીએ કર્યુ કન્ફોર્મ, જાણો વિગતે
સોમવારે એક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં બીજેપી નેતા મનોજ તિવારીએ કહ્યું કે, એક બ્રેકિંગ ન્યૂઝ છે, સપના ચૌધરી કાલે બીજેપીમાં સામેલ થઇ જશે
નવી દિલ્હીઃ લાંબા સમયની અટકળો પર વિરામ લગાવતા બીજેપી નેતા મનોજ તિવારીએ કન્ફોર્મ કરી દીધુ છે કે, ડાન્સર સપના ચૌધરી બીજેપીમાં સામેલ થશે. હરિયાણાની સ્ટાર ડાન્સર આજે બીજેપીની સદસ્યાતા લઇને પાર્ટીમાં સામેલ થઇ જશે. જોકે સાથે સાથે સપનાની ચૂંટણી લડવાની અટકળો પણ તેજ થઇ ગઇ છે.
સોમવારે એક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં બીજેપી નેતા મનોજ તિવારીએ કહ્યું કે, એક બ્રેકિંગ ન્યૂઝ છે, સપના ચૌધરી કાલે બીજેપીમાં સામેલ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, હિન્દી બેલ્ટમાં સપના ચૌધરીના સારા એવું ફેન ફોલૉઇંગ છે. આ જ કારણે કોંગ્રેસ તેને પાર્ટીમાં સામેલ કરવા માટે મથતી હતી, પણ તે સક્સેસ થઇ શકી નહીં.
થોડાક દિવસો પહેલા એવું પણ કહેવામાં આવતુ હતુ કે સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ ગઇ છે. સપના અને પ્રિયંકા ગાંધીની એક તસવીર વાયરલ થઇ હતી. જોકે, બાદમાં સપનાએ આવા સમાચારોને ફગાવી દીધા હતા. બાદમાં મનોજ તિવારી સાથે સપનાની તસવીર સામે આવી હતી, આ પછી તેના બીજેપીમાં સામેલ થવાના રિપોર્ટ્સ આવવા લાગ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement