શોધખોળ કરો

પૂર્વ CM શીલા દીક્ષિતને મળી દિલ્હી કૉંગ્રેસની કમાન, અજય માકને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને ફરી દિલ્હી પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અજય માકનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ શીલાને આ કમાન સોંપવામાં આવી છે. પૂર્વ અધ્યક્ષ અજય માકને ટ્વીટ કરી શીલા દીક્ષિતને શુભકામના પાઠવી. જ્યારે કૉંગ્રેસ નેતાઓએ શીલાને અભિનંદન આપ્યા અને મીઠાઇ ખવડાવી હતી. અધ્યક્ષ બનાવવા પર 80 વર્ષીય શીલા દીક્ષિતે કહ્યું કે, ‘પાર્ટીએ જવાબદારી સોંપી તે બદલ આભાર. ઉંમરને લઈને કોઈ જ ટિપ્પણી નહીં કરું, ગઠબંધન પર કોઈ ટીપ્પણી નહીં કરું. એલાયન્સ જ્યારે ફાઇનલ થશે ત્યારે તેના પર વાત કરીશ. હાલમાં આ માત્ર મીડિયામાં છે.’શીલા દીક્ષિત 1998 થી 2013 સુધી સતત 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 2014માં તેઓ કેરળના રાજ્યપાલ પણ રહ્યાં. દિલ્હી કૉંગ્રેસના નવા અધ્યક્ષ શીલા દીક્ષિત સાથે ત્રણ કાર્યકારી અધ્યક્ષ પણ બનાવાયા છે. અજય માકને ટ્વિટમાં લખ્યું કે, શીલા દીક્ષિતને ફરી પ્રદેશ અધ્યક્ષ બનવા બદલ અભિનંદન, તેમના હેઠળ મને સંસદીય સચિવ અને કેબિનેટ મંત્રી તરીકે કામ કરવા અને શીખવાનો અવસર મળ્યો ! મને વિશ્વાસ છે કે શીલાજીના નેતૃત્વમાં અમે, મોદી- કેજરીવાલ સરકારોના વિરોધમાં એક સશક્ત વિપક્ષની ભૂમિકા નિભાવીશું. અજય માકનના ટ્વીટથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે દિલ્હીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં થાય. થોડા દિવસો પહેલાજ આમ આદમી પાર્ટી તરફથી એલાન કરવામાં આવ્યું હતું કે આપ મહાગઠબંધનમાં સામેલ નહીં થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

Embed widget