શોધખોળ કરો

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા ત્રણેય ધારાસભ્યોને મળી ટિકિટ, જાણો વિગત

નવી દિલ્હીઃ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીના 15 ઉમેદવારો જાહેર કરવાની સાથે વિધાનસભાની ત્રણ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારો તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા અને ત્રણેયને ટિકિટ ફાળવવામાં આવી હતી. ધ્રાંગધ્રાથી પરશોત્તમભાઈ સાબરિયા, જામનગર ગ્રામ્યથી રાઘવજીભાઈ પટેલ અને માણાવદરથી જવાહર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. દેશમાં લોકસભાની ચૂંટણી સાથે 34 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. આ પેટા ચૂંટણીમાં રાજ્યની પાંચ બેઠકોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ, રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ લોકસભા સાથે યોજાનાર પેટા ચૂંટણી માટે કરાયો છે. આ પાંચ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી. આ બેઠકોમાં 21- ઉંજા અને 91- તાલાળા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકનો સમાવેશ થાય છે. તાલાળા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને બાદ કરતાં તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજાશે. આ પાંચેય બેઠકો પર 23મી એપ્રિલે લોકસભાની પેટા ચૂંટણી સાથે જ મતદાન થશે. રાજ્યની 91-તાલાળા બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો. તાજેતરમાંજ ખનિજ ચોરીના કેસમાં કોર્ટ દ્વારા તેમને 2 વર્ષ અને 9 માસની સજા થતા તે નવા કાયદા મુજબ, ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા હતા. ભગવાન ભાઈ બારડને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કર્યા હતા. 21- ઉંજા બેઠક પર વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય આશા બહેન પટેલનો વિજય થયો હતો. આશા બહેન પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું સોપ્યું હતું.

ટોપ સ્ટોરી

મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ

મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ

Embed widget