શોધખોળ કરો
Advertisement
આ હૉટ એક્ટ્રેસે મીડિયા સામે જ કોંગ્રેસને આડેહાથે લીધી, કહ્યું- પહેલા આપણે ઇટાલિયન સરકારના ગુલામ હતા પણ બીજેપીએ....
કોંગ્રેસની સરકારમાં પરિસ્થિત ખુબ જ ખરાબ હતી, રેપ, ગરીબી, પ્રદુષણની જે હાલત આ છે, તેનાથી અનેકગણી ખરાબ હાલત કોંગ્રેસના શાસનમાં હતી. આ સ્વરાજ અને સ્વધર્મનો સમય છે. આપણે ભારે મતદાન કરવું જોઇએ
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના વિવાદિત નિવેદન માટે હંમેશા ચર્ચામાં રહે છે, પણ હવે તેના નિશાને કોઇ એક્ટર, એક્ટ્રેસ કે ડાયરેક્ટર નહીં પણ રાજકીય પક્ષ છે. કંગનાએ મતદાન કરીને બહાર આવતી વખતે મીડિયા સામે આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. આ નિવેદનથી કંગના ફરીથી ચર્ચામાં આવી ગઇ છે.
કંગના રનૌતે કહ્યું કે, "આ ખુબ જ મહત્વપૂર્ણ દિવસ છે, આ દિવસ પાંચ વર્ષમાં એક જ વખત આવે છે. મારુ નિવેદન છે કે આનો ઉપયોગ કરો. મને લાગે છે કે મારો દેશ હાલના સમયમાં સારી રીતે આઝાદીની મજા લઇ રહ્યો છે. કેમકે આ પહેલા આપણે બધા મુગલ, બ્રિટિશ અને ઇટાલિયન સરકારના ગુલામ હતા. આ પહેલાની પાર્ટીઓ લંડનમાં રજાઓ ગાળવા ગઇ અને મજા કરી છે."
#WATCH Actor Kangana Ranaut after voting for #LokSabhaElections2019 in Mumbai yesterday, "I feel India is gaining independence in real sense today. Because before this, we were servants of Mughal, British & Italian Governments. Please exercise your 'swaraj (independence)' & vote" pic.twitter.com/fji9GiVtiD
— ANI (@ANI) April 29, 2019
એક્ટ્રેસે આગળ કહ્યું કે, "કોંગ્રેસની સરકારમાં પરિસ્થિત ખુબ જ ખરાબ હતી, રેપ, ગરીબી, પ્રદુષણની જે હાલત આ છે, તેનાથી અનેકગણી ખરાબ હાલત કોંગ્રેસના શાસનમાં હતી. આ સ્વરાજ અને સ્વધર્મનો સમય છે. આપણે ભારે મતદાન કરવું જોઇએ."
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion